________________
જૈવાય બીજ
અર્થાત્ સદ્ગુરુની આજ્ઞામાં નિરંતર ઉત્કૃષ્ટ ભાવ ઉલ્લાસથી વૃત્તિ એક્તાન થતાં, સદ્દગુરુનું અંતરંગ ઐશ્વર્યયુક્ત અલૌકિક સ્વરૂપ ઓળખાય છે. તેથી તેમની કૃપાદૃષ્ટિગે, ગુરુગમના પ્રતાપે, અંતર્મુખ દૃષ્ટિ પમાય છે. અનાદિથી મેહાંધ એવા આ જીવની બાહ્યદષ્ટિ છે તે ટળી જઈ અંતરંગ દષ્ટિ ખુલી જાય છે. આત્મા જેવાની દષ્ટિ પ્રાપ્ત થાય છે. વિચાર અને જ્ઞાનચક્ષુથી
જ્યાં ત્યાં સર્વત્ર એક પરમાત્મતત્વને જોવાની અપૂર્વ દૃષ્ટિ સાધ્ય થાય છે. દશ્ય એવું જગત્ અદશ્ય કરીને અદશ્ય એવું ચૈતન્યચિંતામણિ પરમાત્મતત્ત્વ દશ્ય કરવારૂપ અપૂર્વ પુરુષાર્થ પરાક્રમ પ્રગટ થાય છે. “તંહિ તૃહિ એક એ જ પ્રેમ લગની વધી જાય છે. તેથી અભેદ ચિંતનામાં નિમગ્ન થતાં, ઉપગની સ્થિરતાથી અનુભવઅમૃતરૂપ સત્યસુધાને આસ્વાદ પ્રાપ્ત થાય છે.
“ચતુરાંગુલ હૈ દગસેં મિલહે', એ ચરણને યથાર્થ પરમાર્થ તો માત્ર અનુભવ રસાસ્વાદી જ્ઞાનીઓના હૃદયમાં જ રહ્યો છે જે ત્યાંથી જ ગુરુગમે પ્રાપ્ત થવા યોગ્ય છે.
નિરંજન એટલે કર્મરૂપ અંજન, મેશ, મલિનતા, અશુદ્ધિરહિત, દેવ એટલે સ્વરૂપાનંદમાં રમણ કરતા, કર્મમુક્ત, શુદ્ધ સહજાઢ્યા. એવા નિરંજનદેવને રસ એટલે શુદ્ધાત્માનુભૂતિ રૂપ અમૃતરસ. અથવા રે હૈ : અનુભવરસસ્વરૂપ તે આત્મા જ. તેની પ્રાપ્તિ કરવા, તે અનુભવરસનું પાન કરવા જે ભાગ્યશાળી થયા છે એવા મહાભાગ્ય જ્ઞાની પુરુષ તથા તેમને વેગ પામી તેમનાથી જે કૃતાર્થ થયા છે એવા તેમના આશ્રિત, એમ જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત બને મોક્ષમાર્ગમાં પ્રગતિમાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org