________________
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં
વર્ષ
ચતુરાંગુલ રસદેવ
સત્ય સુધા દરસાવહિંગે; હૈ દુગસે' મિલહે; નિરજન કે પિવહી, ગહિ જોગ જુગાજુગ સેા જીવહી, ૭
જ
જ્યારે જીવને જ્ઞાની સદ્ગુરુદેવની આજ્ઞાનું એવુ' અચિંત્ય અપાર માહાત્મ્ય સમજાય ત્યારે જ તેને ઉપાસવા તે તત્પર થાય. તન મન ધન આદિ સર્વ સમર્પણપણે એક એ જ આજ્ઞા આરાધવામાં સતત ઉદ્યમી થાય. તે આજ્ઞા જ પેાતાના આત્મામાં, અંતરમાં વસે, અત્યંત સ્થિર થાય, તેના જ આરાધનમાં નિર તર ચિત્ત એકાગ્ર થાય ત્યારે ગુરુદેવની કૃપા પ્રસાદીરૂપ ગુરુગમને પાત્ર થાય. અને ત્યારે જ પેાતાનું કાર્ય સિદ્ધ થાય. અર્થાત્ ઉત્કૃષ્ટ પ્રેમે, અત્ય ́ત ઉલ્લાસિત ભાવભક્તિએ તે આજ્ઞાના અખંડ આરાધનથી સ્વાનુભવરૂપ અમૃત રસમાં રેલતા, સ્વાનુભવ અમૃતરસના અપાર સાગર સમાન સદ્ગુરુદેવના અચિંત્ય સહેજામસ્વરૂપનું યથાર્થ માહાત્મ્ય લક્ષગત થતાં, તે સ્વરૂપચિંતનમાં જ વૃત્તિની એકાગ્રતા પરમ ઉલ્લાસભાવે જ્યાં વૃદ્ધિગત થાય, ત્યાં પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવુ એવી અભેદ સ્વાત્મચિંતના જાગે અને પેાતાને પણ સ્વાનુભવરૂપ અમૃત રસના આસ્વાદ પ્રાપ્ત થાય. ૬
૭.
એમ સદ્ગુરુ પ્રત્યે, તેમની આજ્ઞા પ્રત્યે ઉત્કૃષ્ટ પ્રેમ પ્રીતિ, રુચિ, ભક્તિ, ભાવ, ઉલ્લાસની વૃદ્ધિ, ગુરુગમરૂપી ચાવીથી, અનુભવ કપાટ ખાલી દઈ આત્માનંદરૂપ સત્ય સુધા, અમૃત રસને મતાવી દે છે, પ્રાપ્ત કરાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org