________________
કૈવલ્ય બીજ
તન, મનસે, ધનસૅ, સબસે, ગુરુદેવકી આન સ્વઆત્મ બસેં; તબ કારજ સિદ્ધ બને અપને,
રસ અમૃત પાવહિ પ્રેમ ઘને. ૬ ૬. રસ એટલે ક્ષમતા, ચારે તરફથી, સમસ્ત પ્રકારે, અને જ્ઞા એટલે શપથતિ પાન, પદાર્થોને જણાવે તે “આજ્ઞા.” અથવા IT એટલે મર્યાદા, વસ્તુની જેવી મર્યાદા સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ છે તેમ જાણવું જેથી થાય તે આજ્ઞા.
આ વિશ્વમાં જડ ચૈતન્યાત્મક જે જે પદાર્થો છે તે સર્વનું સર્વ પ્રકારે યથાતથ્ય જ્ઞાન જેથી થાય તે આજ્ઞા. તેથી જડનું જડસ્વરૂપે અને ચેતનનું ચેતનસ્વરૂપે યથાર્થપણે જ્ઞાન થાય. તેથી પરમ કૃતાર્થ પ્રગટજ્ઞાનમૂતિ એવું સદ્ગુરુનું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ અને પિતાનું પણ મૂળ તેવું જ શુદ્ધ ચૈતન્યઘન સહજ આત્મસ્વરૂપ છે, તથા તે જ એક પરમ પ્રેમે ઉપાસવાયેગ્ય ચાવત્ પ્રાપ્ત કરવા એગ્ય પરમ પદાર્થ છે એમ સમજાય. પરિણામે યાવત્ મેક્ષપદ પ્રાપ્ત થાય.
આવું અપાર મહાસ્ય જ્ઞાની ગુરુની “આજ્ઞા ઉપાસવામાં રહ્યું છે. જ્ઞાનીની ગમે તેવી આશા એક એ જ પરમાર્થને પ્રતિબંધિવા અનુલક્ષિત હોય છે કે અનાદિથી અપ્રાપ્ત એવું નિજ નિર્મળ ચિદાનંદઘન સહજ આત્મસ્વરૂપ તે ભજવું અને અન્ય સર્વ પરદ્રવ્ય પરભાવરૂપ માયાના આવરણને તજવું; જેથી જીવ પરમાત્મપદરૂપ અનંત સુખમાં વિરાજિત થઈ પરમ કૃતાર્થ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org