________________
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં ગુરુગમ, ધર્મ રહસ્ય, જ્ઞાન, બેધ, સમજણ એ છે. અનુભવ કપાટ ખોલવા માટે એ ગુરુગમરૂપ ચાવી પામવા જ્ઞાની ગુરુની અનન્ય આશ્રયભક્તિ એ જ સર્વોપરિ સાધન છે.
સદ્ગુરુના ચરણમાં અત્યંત પ્રેમભક્તિ પ્રગટે ત્યારે તે આત્મસ્વરૂપ, મુખ આગળથી, પિતાની પાસેથી જ, પળમાં એટલે તત્કાળ પ્રગટે.
સશુરુના ચરણની ઉપાસનાથી સત્ અસત્, સાર અસાર, સ્વ પર, હેય ય ઉપાદેય ઈત્યાદિને બંધ થઈ, સદ્દવિવેક પ્રાપ્ત થાય. તે સદુધનાં, સવિવેકનાં વર્ધમાન પરિણામથી
આત્માથી સૌ હીન” એમ દઢ થાય.તેથી સંસારમાં જ્યાં ત્યાં સર્વત્ર પ્રેમપ્રીતિ વિસ્તારેલાં છે તે મહા અનર્થકારક ફાંસીરૂપ દુઃખદાયી બંધન છે એમ સમજાય. તેથી સર્વ મહાસક્તિથી મૂંઝાઈ તે પ્રેમ અન્યમાંથી પાછા વાળી, કલ્યાણમૂર્તિ એવા સદુગુરુના ચરણમાં વસે, સ્થિરતા પામે તે સજીવન મૂર્તિમાં જ એક તેહિ તુંહિ પ્રેમ લગન લાગે, ત્યારે પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું એવી એકલયરૂપ પરાભક્તિ જાગે. એ ઉત્કૃષ્ટ પ્રેમ, પ્રીતિ, ભક્તિ જાગે ત્યારે સગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અર્થાત્ સતપુરુષ નિશદિન આત્મઉપગમાં રહે છે, ભાવ અપ્રતિબદ્ધતાથી વિચરે છે, અંતરંગમાં અસંગ, અબદ્ધ, મુક્તભાવે જ્ઞાતા, દૃષ્ટા, સાક્ષીરૂપ રહે છે, ઈત્યાદિ અંતરંગ ચેષ્ટામાં વૃત્તિની લીનતા થતાં, અન્ય સ્વચ્છેદ ટળે અને સહેજે આત્મબંધ થાય. ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org