________________
[૨૫] કૈવલ્ય બીજ રાળજ,ભાસ ૮, ૧૯૪૭
ત્રાટક છંદ યમ નિયમ સંજમ આપ યેિ, પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો. વનવાસ લિયે મુખ મૌન રહ્યો, દઢ આસન પ લગાય દિયે. ૧
- કૈવલ્ય બીજ ૧. અનાદિકાળના પરિભ્રમણમાં આ જીવે આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે અનંતવાર અનેક સાધને કર્યો છે.
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિ મહાવ્રત જીવન પર્યત પાળવાની પ્રતિજ્ઞા તે યમ, અમુક વખત માટે અમુક ત્યાગ, ઉપવાસ, મૌન આદિ કરવાં તે નિયમ, અને પાંચ ઈન્દ્રિય અને મનને નિગ્રહ તેમજ છ કાય જીવની રક્ષા એ બાર પ્રકારનો સંયમ, એમ યમ, નિયમ, સંયમ આપ, પિત, પિતાની મેળે, જ્ઞાની ગુરુની આજ્ઞાના અવલંબન વિના, અથવા ગુરૂગમે તેને પરમાર્થ સમજ્યા વિના અનંતવાર કર્યા છે. વળી, ગૃહાદિને તજી જવારૂપ ત્યાગ અને તેમાંથી રાગ, આસક્તિ મંદ કરવારૂપ વૈરાગ્ય પણ અથાગ, પાર વિનાને કર્યો છે. સંગને ત્યાગી અસંગ થવા વનવાસ અંગીકાર કર્યો છે. વાણીના સંયમને માટે મૌનપણું ધારણ કર્યું છે. આસનના જય માટે પદ્માસન દઢ અચળપણે લગાવ્યું છે. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org