________________
૫૪.
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અજીત–ઝરણ ખને નિસંશય આત્યંતિક ક્ષય કરનાર પમ અમૂન સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત તેં, ત્રિાળક્યવંત વર્તો. ' તે શ્રીમદ્દ અનંત ચતુષ્ટયસ્થિત ભગવંતને અને તે જયવંત ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે, જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્ય પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. - ચિત્તમાં દેહાદિ ભયને વિક્ષેપ પણ કરે યોગ્ય નથી. દેહાદિ સંબંધી જે પુરુષ હર્ષ–વિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજે. એ જ દષ્ટિ ક્તવ્ય છે.
હું ધર્મ પામ્યું નથી, હું ધર્મ કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષને ધર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષ વિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ–શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, એવી વૃત્તિને નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચરિત્ર પર દષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણસ્વરૂપ છે.
નિર્વિકલ૫. “દુલર્ભ એ મનુષ્ય દેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહિ; પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્ય દેહે આ જ્ઞાની પુરુષને ઓળખ્યા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org