________________
૫૩
સદગુરુ-ભક્તિરહસ્ય
હે પ્રભુ, આપનાં ચરણકમળમાં પડી પડીને, ભાલાસપૂર્વક ફરી ફરી નમસ્કાર કરીને, વારંવાર એ જ માગું છું, કે સદ્દગુરુ અને સંત જે આપનું જ સ્વરૂપ છે, તેમ પરમાથે મારું પણ એવું જ સ્વરૂપ છે, તે શુદ્ધ સહજાન્મસ્વરૂપની મને દઢતા, અચળ, અખંડ, અનન્ય સંતશ્રદ્ધા પ્રાપ્ત થાય તેવી કૃપા કરે, કે જેથી પરિણામે તેમાં અખંડ પ્રેમ, ભાવ જાગે, તેની ઉપાસના થાય અને તેથી તે શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ, તેને અનુભવ, તેમાં રમણતા અચળપણે, અખંડપણે, નિરંતર પ્રગટ થાય.
તે માટે સદ્ગુરુના શુદ્ધ સહજાન્મસ્વરૂપનું અલૌકિક, અચિંત્ય માહાભ્ય ભાસે, તે પ્રત્યે અનન્ય પ્રેમ, પ્રીતિ, પ્રતીતિ, રુચિ, ભક્તિ, ભાવ, ઉલ્લાસ પ્રગટે, તેમના શરણમાં સર્વાર્પણપણે સ્થિતિ થાય, તે સિવાય બીજું કાંઈ વ્ય ન જ મનાય, તેમની આજ્ઞા, બેધ, સન્માર્ગ, આરાધવામાં એકનિષ્ઠપણે અપ્રમત્ત પુરુષાર્થ જાગૃત રહે, આટલે ભવ એ જ એક “દેહ પાતયામિ વા કાર્ય સાધયામિ, એવા દઢ નિશ્ચળ નિર્ધારપૂર્વક એક આત્મકલ્યાણ માટે જ સદ્ગુરુના શરણમાં ગળાય કે જેથી પૂર્વે જે જે સાધને નિષ્ફળ ગયાં તે સર્વ સફળ થાય અને આ મળેલ દુર્લભ જે સાર્થક થાય, એ જ આપની પાસે યાચું છું. સત્પરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરવા શક્તિશાળી છે તે મારું શ્રેય જરૂર કરશે જ, માટે આશ્રય અને નિશ્ચય મને અખંડ રહે.
શ્રીમદ્ વીતરાગ ભગવતએ નિશ્ચિતાર્થ કરે એ અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org