________________
પર
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું પડી પડી તુજ પદપંકજે,
ફરિ ફરિ માગું એજ સદગુરુ સંત સ્વરૂપ તુજ,
એ દ્રતા કરી દેજ, ૨૦ નથી. પરંતુ દેષ હોય છે છતાં તેને ગુણરૂપ માની પ્રવર્તાય છે ત્યાં દોષને ક્ષય શી રીતે થઈ શકે? - તેથી આખા જગતમાં હું અધમાધમ છું. અને આત્માનું અનંત ઐશ્વર્ય, સર્વ આત્મિક સંપત્તિ હારી ગયે છું એવી અત્યંત પતિત અવસ્થામાં આવી પડ્યો છું. એ નિશ્ચય ન થાય ત્યાં સુધી ગમે તેવાં સાધન કરવામાં આવે પણ તે સફળ થાય જ શી રીતે ? ૧૯ ૨૦. આવી પતિત અવસ્થામાં હવે મારી કેઈ ગતિ, માર્ગ મને દેખાતું નથી. તેથી તેમાંથી મારે ઉદ્ધાર કરવા સમર્થ એવા હે પ્રભુ, આપના સિવાય મારે બીજે કઈ આધાર નથી.
હે પ્રભુ, આપનામાં, સંતમાં અને સદ્ગુરુમાં ભેદ નથી. જે સચ્ચિદાનંદમય, શુદ્ધ, મુક્ત સહજત્મસ્વરૂપમાં આપની નિરંતર રમણતા છે, તે ચિદાનંદમય સહજાન્મસ્વરૂપનો અંતરમાં જેણે અનુભવ કર્યો છે અને એ અનુભવપ્રકાશ જેના હૃદયમાં નિશદિન જળહળી રહ્યો છે એવા આત્મારામી સંતે આ જગતમાં વિરલા જ છે.
તેવા સંતશિરેમણિ પરમકૃપાળુ સદ્દગુરુનો વેગ આવા દુષમ કાળમાં અત્યંત દુર્લભ છે, અહોભાગ્ય હોય તો જ એવા જ્ઞાની સગુરુનું શરણ આ કાળમાં પ્રાપ્ત થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org