________________
સદગુરુ-ભક્તિ રહસ્ય
એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સદ્દગુણ પણ, મુખ બતાવું શુંય? ૧૩ અનુભવ પ્રાપ્તિનું કારણ થાય, તે પુરુષાર્થ પણ થતું નથી તે આપના આશ્રયે તે સપુરુષાર્થ નિરંતર પ્રાપ્ત રહે! એજ પ્રાર્થના છે. ૧૨ ૧૩. આ પ્રમાણે અનંત પ્રકારે જોતાં મારી પાસે એક પણ સાધન છે નહિ જેથી મારા અનંત દોષ ટળી જાય અને મને મારા સંપૂર્ણ નિર્દોષ, સપરમાત્મપદની પ્રાપ્તિ થાય. ઉપર જે જે સાધને દર્શાવ્યાં છે તેમાંનાં પ્રત્યેક સાધન એટલાં બધાં બળવાન અને સમર્થ છે કે યથાર્થ રીતે તેમાંનું એક પણ આરાધાય તે અવશ્ય સર્વ દેષને ટાળી સર્વ આત્મિક સદ્દગુણે પ્રગટાવી સ્વરૂપસિદ્ધિને આપે. પરંતુ તે સાધનનું યથાર્થ માહાસ્ય કે સામર્થ્ય મેં જરાય લક્ષમાં કે વિચારમાં લીધું જ નથી તે તેના સમ્યફ આરાધનની તે વાત જ શી ? તેથી મારામાં એક પણ સદ્દગુણ પ્રગટયો નથી.
જ્યાં સુધી સર્વ દોષનું મૂળ એવું અજ્ઞાન ટળ્યું નથી અર્થાત્ મારા સ્વરૂપનું ભાન થયું નથી, એળખાણ થઈનથી, શ્રદ્ધા, નિશ્ચય થયું નથી, અનુભવ થયે નથી, ત્યાં સુધી જે જે ગુણે મારામાં લૌકિકભાવે જણાય છે તે સગુણ કહેવાવા
ગ્ય નથી. જેમ ક્ષીરજનથી ભરેલા ભાજનમાં અલ્પમાત્ર વિષે પડ્યું હોય તો તે ભેજનને એગ્ય રહેતું નથી, તેમ લૌકિકપણે દયા, શાંતિ, સમતા, ક્ષમા, જપ, તપ, સંયમ, સદાચાર, વૈરાગ્ય, ન્યાય, નીતિ, પ્રામાણિક્તા, બુદ્ધિ ઈત્યાદિ ગુણેમાંથી કવચિત્ કઈ વાર કઈ ગુણ પ્રાપ્ત થયા દેખાતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org