________________
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં સાક્ષાત્કાર, સ્વાત્માનુભૂતિ, આત્મજ્ઞાન, શુદ્ધ સમક્તિ કે સ્વાનુભવ પ્રકાશ ઇત્યાદિ અનેક નામે પ્રસિદ્ધ એવી આત્મદશા જળહળી ઊઠે છે, જેના પ્રતાપે અનુક્રમે સર્વ રાગદ્વેષાદિ કર્મ ક્ષય થઈ નિર્વાણપદની પ્રાપ્તિ થાય છે.
આ આત્માનુભવ કે સમ્યગ્દર્શન,જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રય, કે અનંત જ્ઞાન દર્શન સુખ વદિ અનંત ચતુષ્ટય એ આદિ આત્માના સ્વભાવરૂપ હેવાથી તે આત્માને સ્વધર્મ છે. કારણ કે વસ્તુમા ધર્મ, વસ્તુના સ્વભાવને ધર્મ કહ્યો છે.
એ આત્માનુભવની ધારા અખંડ રહે તેવા પુરુષાર્થમાં પ્રવર્તતા જ્ઞાની જ્યારે અનુભવદશામાં રહી શકતા નથી ત્યારે લક્ષ અને પ્રતીતિ તે અખંડ રહે અથવા આત્મભાવના સતત જાગૃત રહે તેમ પ્રવર્તે છે. આ આત્મભાવમાં રહેવારૂપ સ્વધર્મ સંચય જેમ જેમ વધે તેમ તેમ પરભાવમાં પ્રવૃત્તિરૂપ અન્ય ધર્મની નિવૃત્તિ થઈ જાય છે. અને પ્રાન્ત મેહકર્મના ક્ષયે કેવળજ્ઞાન પ્રગટ થતાં અનંત ચતુષ્ટયસ્વરૂપ સ્વધર્મની સંપૂર્ણતા થાય ત્યારે અન્ય ધર્મરૂપ પરભાવની અત્યંત નિર્મળપણે લાયકભાવે નિવૃત્તિ થઈ જાય છે. હે પ્રભુ એવી સર્વોત્કૃષ્ટદશા આપે પ્રગટ કરી છે તે આપની કૃપાથી આ રંકને પણ પ્રાપ્ત હે! એમ નિરંતર પ્રાર્થના છે.
જ્યાં સુધી તેવી અનુભવ દશા પ્રગટી નથી ત્યાં સુધી તેના કારણરૂપ પક્ષ આત્મભાવનાના સતત અભ્યાસરૂપ સ્વધર્મ સંચય નિરંતર પ્રાપ્ત રહે અને દેહમમત્વ આદિ પરભાવરૂપ અન્યધર્મની વાસના રહિત, આસક્તિ રહિત નિવૃત્તિ થાય, તે એવી કે મરણ કે વેદનીના પ્રસંગમાં કસોટીરૂપ બની સાક્ષાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org