________________
૪૧
સદગુરુ-ભક્તિરહસ્ય સહજ મોક્ષ છે, અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ સપુરુષાદિ સાધન કહો છે અને તે સાધન પણ જીવ જે પિતાના પુરુષાર્થને તેમાં ગેપડ્યા સિવાય પ્રવર્તાવે તે જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલે જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તે તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટયે એમાં કંઈ સંશય નથી.”
આમ વિપરીત માન્યતા, મિથ્યાત્વ, દેહાત્મબુદ્ધિ, દેહાધ્યાસ, દર્શનમેહ, અવિદ્યા આદિ અનેક નામે એક જ મેટો દેષ, જે સર્વ દોષનું મૂળ ગણું સૌથી પ્રથમ સર્વ પ્રયત્ન શીઘ્ર ટાળવાને મહાપુરુષનો બેધ છે, તે આ અહંભાવ હજુ જ નથી, કારણ કે તે અહંભાવ ક્ષય કરવાને અચૂક ઉપાય જ્ઞાની પુરુષને બેધ, તેની આજ્ઞા, તેનું આરાધના સર્વાર્પણપણે થતું નથી.
સ જિજ્ઞાસા જેના અંતરમાં જાગી છે, તેવા શમસંવેગાદિ સદ્દગુણવંત મુમુક્ષુના અંતરમાં સદ્દગુરુને બેધ, તેની આજ્ઞા ઝળકી ઊઠે છે, પરિણમે છે. તેને સવિચારદશા જાગે છે, તેથી સર્વ પરમાંથી અહંવ મમત્વ હઠી જઈ જ્ઞાનીએ જે કહ્યો છે તે શુદ્ધ ચિતન્યસ્વરૂપ આત્મા તે હું છું, તે જ મારું સ્વરૂપ છે, તેથી અન્ય સર્વ મારાથી ભિન્ન તે હું નહિ, તે મારું નહિ, એમ નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપના સતત સ્મરણ રટણથી અને ભેદવિજ્ઞાનની ભાવનાથી અંતરમાં આત્મસ્વરૂપની અપૂર્વ શ્રદ્ધા, રુચિ, ભાવના પ્રબળપણે પ્રગટે છે. એ પક્ષ આત્મભાવનાના સતત અભ્યાસ, પરાભક્તિના પ્રભાવે, મનની ઉપગની સ્થિરતા થતાં, અંતરમાં પ્રત્યક્ષ આત્મદર્શન, આત્મ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org