________________
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત ઝરણાં अहंममेति मंत्रोऽयं मोहस्य जगदाध्यकृत् । अयमेव हि नब्पूर्व प्रतिमंत्रोऽपि मोहजित् ॥
અર્થાત્ હું અને મારું એ મેહને એ પ્રબળ મંત્ર છે કે જેનાથી આખું જગત આંધળું બન્યું છે અને વાસ્તવિક એવું પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી પરમાં હું અને મારું કરી માયા જાળમાં ફસાઈ દુઃખી દુઃખી થઈ રહ્યું છે.
તે મેહ મંત્રને નિષ્ફળ કરવા તેની સામે પ્રતિમંત્ર પણ છે. તે કે? તેને ઉત્તરઃ જ્યાં જ્યાં હું અને મારું મનાયું છે ત્યાં ત્યાં તેની પૂર્વે “ન જવામાં આવે તે તે મેહને જીતનાર પ્રબળ મહામંત્રરૂપ બને છે અર્થાત્ પરમાં હું અને મારું છે તેમાં હું નહિ, મારું નહિ એમ સમજાય, મનાય અને પ્રવર્તાય તે મેહને સંપૂર્ણ પરાજય થાય તેમ છે.
પરમકૃપાળુ સદ્દગુરુદેવ કહે છે “અનાદિસ્પષ્નદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવને અહંભાવ, મમત્વભાવ, તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પિતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે, તે સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મેક્ષને પામે.”
..અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પિતાને, પિતાનાં નહિ એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિને હેત તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિભાવ કલ્પનાના હેતુ છે અને તેની નિવૃત્તિ થઈ ત્યાં
Jain Education International
FO F
For Personal & Private Use Only
www.jainelibrary.org