________________
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય -અમૃત-ઝરણાં કાળદેષ કળિથી થયો, નહિ મર્યાદા ધર્મ તોયે નહિ વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ ૯
વિચારદશા જાગે તો નિજધર્મ શું? તે સમજાય. જ્ઞાનીઓએ વરતુવમા ધર્મ કહ્યું છે. તે આત્માને સ્વભાવ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ હેવાથી રત્નત્રયાત્મક ધર્મ કહ્યો છે. તે નિજ ધર્મની પ્રગટતા થવા “આત્મવિચાર કર્તવ્યરૂપ” ધર્મ કહ્યો છે. અને તે વિચાર જાગૃતિ થવામાં સહાયક દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારે ધર્મ કહ્યો છે. માટે મારે અત્યારે જિજ્ઞાસા આદિ વર્તમાન ભૂમિકાથી આગળ વધવા, હાલ શું શું કરવું ઘટે છે ? તે કર્તવ્યરૂપ ભૂમિકા ધર્મ શું છે? તે ધર્મની મને સમજ નથી, તે સમજ જ્યાંથી પ્રાપ્ત થવા એગ્ય છે એવા સત્સંગ, સોધને વેગ રહે તેવું ક્ષેત્ર સુલભ નથી. અને ભાગ્યાગે તેવું સ્થાન મળી આવે છે ત્યાં સ્થિતિ કરીને રહેવું જોઈએ તે રહેવાતું નથી. મહાભાગ્ય યોગે સત્સંગમાં સ્થિરતા કરી રહેવાને લાભ મળે તે ત્યાં મિથ્યા આગ્રહ, સ્વછંદતા, ઈન્દ્રિયવિષય અને પ્રમાદ કે વિકથાદિમાં વ્યર્થ કાળ ગાળી દઈ અમૂલ્ય અવસર સફળ કરી લેવાનો લક્ષ ચૂકી જઈ, બીજી જ જ જાળમાં ફસાઈ રહી, દુર્લભ તીર્થક્ષેત્રને પ્રાપ્ત અપૂર્વ જગ પણ અપ્રાવત, નિષ્ફળ થાય તેમ કર્યું! ૮
૯. કલેશિત જીની બહુલતાથી કાળ પણ કળિ કહેવાય! એવા આ કળિકાળના પ્રતાપે વર્તમાનકાળ દૂષિત થયે છે. ઉત્તમ કાળમાં પ્રાયે મહાપુરુષોને, સત્સંગ અને સદ્ધર્મપ્રાપ્તિને જેગ જે સુલભ હતું તે આજે રહ્યો નથી. કાળના પ્રભાવે આત્મ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org