________________
૩૩
સદ્દગુરુ-ભક્તિ રહસ્ય મેહ, પૂજાસત્કારાદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષોને સંભવ રહ્યો છે.
કેઈક મહાત્માને બાદ કરતાં ઘણું વિચારવાન જીએ ભક્તિમાર્ગને તે જ કારણોથી આશ્રય કર્યો છે અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમપુરુષ સદ્ગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંઘ દીઠું છે અને તેમજ વર્યા છે. તથાપિ તે ચેગ પ્રાપ્ત થ જોઈએ. નહિ તે ચિંતામણિ જે જેને એક સમય છે એ મનુષ્યદેહ ઊલટો પરિભ્રમણવૃદ્ધિને હેતુ થાય.”
–શ્રીમદ્ રાજચંદ્ર આ પ્રમાણે સગુરુ દ્વારા ભક્તિમાર્ગનું માહાસ્ય શ્રવણ કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છતાં તે માર્ગમાં પ્રવેશ થતો નથી.
“શ્રવણ, કીર્તન, ચિંતવન, સેવન વંદન ધ્યાન; લધુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણુ.”
–શ્રી બનારસીદાસ એમ ભક્તિના નવભેદમાં અનુક્રમે પ્રેમ, ઉપાસના વધતાં, છેવટે પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું, એ પરાભક્તિની છેવટની હદ છે, એક એ જ લય રહેવી, તે પરાભક્તિ છે, તે પ્રાપ્ત થાય તેવી લગની, તાલાવેલી લાગતી નથી, કારણ કે તેવું માહાસ્ય યથાર્થ લાગ્યું નથી. તેથી ભક્તિમાં ભાવ, ઉલ્લાસ આવતું નથી. તેમ ભજન, કીર્તન, સ્તવન આદિમાં દેઢ ભાન, એકાગ્ર ઉપર રહેતું નથી. ભક્તિનાં પદ કે પાઠ સુખથી બેલાતાં હોય અને મન તે ક્યાંય સંકલ્પ વિકલ્પમાં દેડયા જતું હોય તેથી શું બોલાય છે તેનું ભાન, લક્ષ, વિચાર હેતું નથી. તે ત્યાં વિચારદશા તે આવે જ ક્યાંથી?
Jal Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org