________________
૨૯
સદ્દગુરુ-ભક્તિરહસ્ય જકડાયેલે, પરાધીન એ હું પામર સ્વાધીનપણે કાંઈ પણ કરવા સમર્થ નથી. એ વિવેક મારામાં નથી. બંધાયેલ જેમ પિતાની મેળે પિતાને બંધનથી મુક્ત કરી શકતો નથી, પણ બંધનરહિત એવા બીજાની સહાયથી સહેજે મુકત થઈ શકે છે, તેમ માયાના પાશમાં બંધાયેલે હું, અસંગ, અપ્રતિબદ્ધ અને મુકત એવા જ્ઞાનીનાં ચરણના શરણ વિના, અવલંબન વિના, અબંધ અને મુક્તદશા શી રીતે પામી શકું તેમ છું? સદ્ભાગ્ય એગે આપ પરમકૃપાળુદેવનો આશ્રય પણ મળે. હવે કેવળ અસહાય, નિરાશ્રિત એ હું, તે પણ આપના ચરણના આશ્રયથી અંતરાત્મ દષ્ટિપામી, પરમ પુરુષાર્થગ્ય થઈ શુકલ ધ્યાનમાં આરૂઢ થઈ, બધિ અને સમાધિ પામી, સર્વ કર્મો ક્ષય કરી, સર્વ બંધને ટાળી સિદ્ધપદ પર્યતની સર્વોત્કૃષ્ટ સચ્ચિદાનંદમય સર્વજ્ઞદશારૂપ નિજ નિર્મળ શુદ્ધ સહજ આત્મસ્વરૂપને પામવા ભાગ્યશાળી બની શકું એમ છું. આપનું શરણ આવું શક્તિશાભી હવાથી, એવી ધીરજથી તેને દઢપણે એકનિષ્ટપણે ધારણ કરવું જોઈએ, કે તે શરણભાવ છેક મરણ સુધી નિશ્ચળપણે ટકી રહે અને તેથી સમાધિમરણની પ્રાપ્તિ થાય. એકવાર સમાધિમરણ થાય છે તેથી અનંતકાળનાં અસમાધિમરણ ટળે. આ દુર્લભ માનવભવ તથા જ્ઞાની ગુરુની પ્રાપ્તિરૂપ મુક્તિ માટેનાં સર્વશ્રેષ્ઠ કારણે મળ્યાની સફળતા ત્યારે જ ગણાય, કે જે અંતકાળે સમાધિ બેધિની પ્રાપ્તિ થાય, તેવી ઉત્કૃષ્ટ આરાધનાપૂર્વક સમાધિમરણ સાધી શકાય. તે માટે આપનું શરણ હું અંત સુધી અચળપણે ગ્રહી રાખું, એવી ધીરજ મારામાં નથી, તે પ્રાપ્ત થાઓ. ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org