________________
૨૬
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં
નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉર માંહિ; આપતણા વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાંહિ. ૩ છે, એમ ભાસે, તેા સત્ર તુ ં હિ તુદ્ધિ એક અભગ રટના જાગે, અને પિયુ પિયુ પાકારવારૂપ બ્રાહ્મી વેદના ઉદ્ભવે ત્યાં સર્વાંમાં દાસત્વભાવ મનાય અને લઘુતા, દીનતા, વિનય ગુણ આવે, એવી લઘુતા કે દીનતા મારામાં આવી નથી, તેથી હે સહાત્મસ્વરૂપ પરમાત્મા, મારી અપાત્રતાનું હું શું વર્ણન કરું? ર
૩. આપની અર્થાત્ પરમાત્મપદની અભેદ્ય ઉપાસનાથી જેના અંતરમાં સ્વાનુભવ પ્રકશ જળહળી રહ્યો છે એવા પ્રત્યક્ષ આત્મજ્ઞાની, આત્મારામી સદ્ગુરુદેવ કોઈ મહાભાગ્ય ચેગે જો મલ્યા અને તેની પતિતપાવની, ભવભયહારિણી, શિવસુખકારિણી, અધમેાદ્ધારણી, એવી અપાર માહાત્મ્યવાળી આજ્ઞા પ્રાપ્ત થઇ, તા તેનું તથારૂપ માહાત્મ્ય મને લક્ષગત થયું જ નહિં, અને તેથી તે આજ્ઞા મારા હૃદયમાં મેં અચળપણે ધારણ કરી નહિ, આરાધી નહિ, સફળ કરી નહિ, અને મળી ન મળ્યા તુલ્ય કરી. તેથી આપની, સત્સ્વરૂપ પરમાત્માપન્નુની સત્ શ્રદ્ધા થઈ નહિ. જે ‘ લજ્જા પરમ વ્રુછુટ્ટા' કહી છે તે પણ જ્ઞાની ગુરુના ચેાગે સુલભ થવા ચાગ્ય છતાં પ્રમાદયેાગે મેં તેવી દુર્લભ શ્રદ્ધા દઢ કરી નહિ, તેમ આપના શરણમાં જ મારું સર્વ શ્રેય છે એવા વિશ્વાસ નિશ્ચળપણે આવ્યા નહિ. તેથી આપના પ્રત્યે પરમાદર, પરમ પ્રેમ, ભાવ, ભક્તિ પ્રગટત્યાં નહિ. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org