________________
સદગુરુ-ભક્તિ રહસ્ય
શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ ૨ કારુણ્યમૂર્તિ મારામાં અનંત દોષ છે. પણ આપ નિર્દોષ પ્રભુનું શરણ, ઉપાસના, ભક્તિ એજ મારે નિર્દોષ થવા માટે સર્વોત્તમ અનન્ય અવલંબન, આધાર છે. ૧ ૨. સર્વ દોષનું મૂળ તે અજ્ઞાન, મારા સ્વરૂપનું અભાન તે છે. તેને જે ઉપાય આત્મજ્ઞાન કે શુદ્ધ સમ્યગ્દર્શન તે શુદ્ધ ભાવ વિના પ્રગટે નહિ. પરંતુ નિરંતર શુભ અશુભમાં જ નિમગ્ન એવા મને શુદ્ધ ભાવની પ્રાપ્તિ થતી નથી. તેમ શુભાશુભ ભાવને તજી એક શુદ્ધ ભાવમાં જ નિરંતર રમણતા કરવા ગ્ય છે એ લક્ષ, એ પુરુષાર્થ, એ ઉપગ રહેતો નથી. તે શુદ્ધ ભાવની પ્રાપ્તિ માટે તત્વદષ્ટિ સાધ્ય થવી જોઈએ. * “ચિત્તની શુદ્ધિ કરી, ચૈતન્યનું અવેલેકન—ધર્મધ્યાન કરવું. આત્મસાધનની શ્રેણિએ ચડવું. અનાદિકાળના દૃષ્ટિક્રમનું ભૂલવું ને સ્થિરતા કરવી.”—શ્રીમદ્ લઘુરાજ સ્વામી ઉપદેશામૃત.
સમસ્ત સચરાચર આ જગત આપના જ્ઞાનમાં પ્રત્યક્ષ ભાસી રહ્યું છે. તેથી જ્ઞાન અપેક્ષાએ આપ લે કલેક વ્યાપક છે. તેથી
જ્યાં જોઉં ત્યાં સર્વમાં તુંહિ તૃહિ, જ્ઞાનસ્વરૂપ એક આપને જ, શુદ્ધ આત્માને જ, જોવાની દૃષ્ટિ સાધ્ય થવી જોઈએ તે થતી નથી. તેથી જ્ઞાતા દૃષ્ટા એ જે પિતાને શુદ્ધ આત્મા તેના ઉપર ભાવ, ઉપગ સ્થિર થતું નથી, અને તે સ્થિરતા વિના શુદ્ધ ભાવ કે સ્વાત્માનુભૂતિ કેમ પ્રગટે? સર્વમાં તું જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org