________________
[૬૪] સદૂગુરુ-ભક્તિ-રહસ્ય
| (દેહરા) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તે દેશ અનંતનું, ભાજન છું કરુણુળ. ૧
'સદગુરુ-ભક્તિ-રહસ્ય ૧. દીન અને અનાથ જી પર દયા વર્ષાવવાવાળા હે સમર્થ! હે પ્રભો ! હું આપની સમક્ષ મારી પામર દશાનું શું વર્ણન કરું? હે કૃપાળુ, હું તે અનંત દેશનું પાત્ર, દોષથી ભરેલે, અપાત્ર છું.
અનંતજ્ઞાન, દર્શન, સુખ, શક્તિ આદિ સર્વ આત્મઐશ્વર્ય, આત્મિક પ્રભુતા જેણે વ્યક્ત, પ્રગટ કરી છે, એવા હે પ્રભુ, હે પરમાત્મા, હું પામર મારી પતિત અવસ્થા વિષે આપને શું કહું? સહજ સ્વરૂપે તે આપના જેવી જ પ્રભુતા મારામાં પણ હોવા છતાં, અજ્ઞાનાદિષથી મારી તે પ્રભુતા અવરાઈ રહી છે, અને તેથી દીન, અનાથ, રંક જેવી મારી આ અસહજ અધમ દશા થઈ છે. કર્મ બંધનથી મુક્ત શુદ્ધ સહજ આત્મસ્વરૂપરૂપ આપની સર્વોત્તમ અચિંત્ય પરમાત્મ દશા ક્યાં? અને માયાના આવરણે દિશામૂઢ થયેલ સહજ ઐશ્વર્યથી વંચિત મારી અધમાધમ બહિરાત્મ દશા કયાં? દીન અને અનાથ ઉપર દયા કરનાર હે પ્રભુ, હવે મને એક આપને જ આશ્રય છે. હે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org