________________
[મા મા ૧૦૮] પૂર્ણ માલિકા મંગલ
| ઉપજાતિ તપેપધ્યાને રવિરૂપ થાય, એ સાધીને સેમ રહી સુહાય; મહાન તે મંગલ પંક્તિ પામે, આવે પછી તે બુધના પ્રણમે. ૧
( ૭
પૂર્ણ માલિકા મંગલ ૧. મેક્ષમાળા ગ્રન્થ શ્રીમદ્ રાજચન્દ્ર ૧૬ વર્ષની વયે ત્રણ દિવસમાં રચ્યું હતું. તેને છેલ્લે ૧૦૮ મે પાઠ આ પૂર્ણ માલિકા મંગલરૂપે લખ્યું છે. તેમાં રવિ–સેમ આદિ સાતેય વારનાં નામ પરમાર્થે યુક્તિથી જી કેમે કરી મેક્ષને સાધનાર મુમુક્ષુ પૂર્ણ પદે, મોક્ષમાં, સિદ્ધ સ્વરૂપમાં વિરાજમાન થઈ કૃતાર્થ થાય છે તે અદ્ભુત રીતે નિરૂપણ કર્યું છે.
મેક્ષની સાધનામાં તત્પર એવા મુમુક્ષુ જને જ્ઞાનીપુરુષનાં વચનરૂપ સત્કૃતના અવલંબને તપ અને ધ્યાનમાં પ્રવર્તતાં, અંતરંગ તપમાં સર્વોત્તમ એવાં સ્વાધ્યાય, ધ્યાન, સમાધિ આદિમાં લીન રહેતાં, કર્મોને બાળીને ભસ્મ કરતા અને આત્માને જ્ઞાન પ્રકાશથી દેદીપ્યમાન આત્મસ્વરૂપે પ્રકાશિત કરતા, રવિ એટલે સૂર્ય સમાન જળહળ જ્યોતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org