________________
[૦ મા ૧૦૭] જિનવાણી સ્તુતિ
મનહર છંદ અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણું હારિણું મેહ, તારિણી ભવાબ્ધિ મેક્ષચારિણું પ્રમાણ છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણું વાણું જાણું તેણે જાણી છે. ૧
જિનવાણુ સ્તુતિ ૧. રાગદ્વેષ અજ્ઞાનાદિ અંતરંગ શત્રઓને જે જીતે તે જિન. તે જીવનમુક્ત પુરુષ ભગવાનને સર્વજ્ઞતા આદિ સર્વ આત્મએશ્વર્ય પ્રગટયું હોવાથી એવા જ્ઞાનીની જે વાણી તે અલૌકિક અચિંત્ય માહાચવાળી છે.
નિગેદના જીવને ઓછામાં ઓછું જે જ્ઞાન હોય છે ત્યાંથી માંડીને વિકાસક્રમે વધતાં સંપૂર્ણ કેવલજ્ઞાન સુધીના જ્ઞાનના ભેદ, જ્ઞાનમાં જણાતા પદાર્થોના ભેદો, લેકમાં સ્થિત છે દ્રવ્યના ભેદ, જિજ્ઞાસા, વિચાર, જ્ઞાન, આદિ ભૂમિકાથી માંડી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org