________________
[૧૫] વૈરાગ્ય ભાવનાઓ (ઉપસંહાર)
દેહરા જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર. ૧ જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુઃખ રહિત ન કઈ જ્ઞાની વેદે પૈયેથી, અજ્ઞાની વેદે રાઈ ૨
વૈરાગ્ય ભાવનાઓ (ઉપસંહાર) ૧. કેવળ જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યમય ઉત્તમ વિચારેથી જે ભરપૂર છે એવી પવિત્ર દ્વાદશ ભાવનાઓ વડે જે પિતાની ભાવવિશુદ્ધિ કરે છે તે આ અનાદિ જન્મ મરણાદિ દુઃખદરિયાને સુગમતાથી તરીને પાર ઉતરે છે. ૧ ૨. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય પરંતુ કેઈ દેહધારી સુખદુઃખ રહિત નથી. પૂર્વે કરેલાં શુભાશુભ કર્મ અનુસાર સાતા કે અસાતા, સુખ કે દુઃખ જ્ઞાની કે અજ્ઞાની બન્નેને ઉદય આવે છે. પરંતુ જ્ઞાની દેહાદિમાં મમતા, મેહ રહિત હેવાથી ઉદય આવેલ સુખદુઃખમાં હર્ષશેક યુક્ત ન થતાં સમતાપૂર્વક રહે છે. તેથી દુઃખમાં પૂર્વકૃત દેવું પડે છે એમ જાણું બૈર્ય રાખી અંતરમાં શાંતિથી, સમતાથી વેદે છે, જ્યારે અજ્ઞાની દેહાદિમાં મમતા, મેહયુક્ત હોવાથી દુઃખના પ્રસંગમાં ધર્મ કે સમતા રાખી શક્તા નથી પણ આકુળવ્યાકુળ થાય છે, રુવે છે, અને ફરી ઈચ્છાનિષ્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org