________________
સર્વમાન્ય ધર્મ અનંત ચતુષ્ટયાત્મક નિજ ઐશ્વર્યને પામી અનંત શાશ્વત સુખમય સહજાન્મસ્વરૂપે વિરાજમાન થઈ કૃતકૃત્ય થઈ જાય છે. અથવા પતિ તિ જે જીવેને નરક, નિગોદાદિ અધેગતિનાં અનંત દુઃખમાં પડતાં ધરી રાખે, અટકાવે, અને નરેન્દ્ર, અમરેન્દ્ર અને જિનેન્દ્ર જેવાં ઉત્તમ સ્થાને ધારે, સ્થાપે તથા પરિણામે મોક્ષનાં અનંત સુખમાં સ્થાપે તે ધર્મ. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે દયાની બાબતમાં શ્રી શાંતિનાથ ભગવાનનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. તેઓ તત્વરૂપથી દયામય ધર્મમૂર્તિ બનીને કર્મને ક્ષય કરી સિદ્ધ ભગવાન બન્યા છે.૧૭ ૧. ગૃહવાસમાં તેઓ રાજપદે હતા ત્યારે એકવાર સિંહાસન ઉપર બિરાજ્યા હતા. ત્યાં બે દેવે તેમની દયાની પરીક્ષા કરવા આવ્યા. એકે હોલા (કબુતર)નું રૂપ લીધું બીજાએ બાજ પક્ષીનું રૂપ લઈ તે હેલાની પાછળ પડી બન્ને દેડતા શ્રી શાંતિનાથ ભગવાન પાસે આવી પહોંચ્યા. હલાએ તેમના ખોળામાં પડતું મૂક્યું. અને કહ્યું “મને બચાવે, મારું રક્ષણ કરે.” બાજ પક્ષીરૂપે બીજા દેવે કહ્યું “આ મારે ભક્ષ છે, માટે અને તે સોંપી દે.” “શરણાગતનું રક્ષણ કરવું જોઈએ, માટે તું ભક્ષણ માટે જે માગું તે આપું પણ આ હેલે હું તને સોંપી શકું નહિ.” એવો આગ્રહ ભગવાન શાંતિનાથને જાણું બાજ પક્ષીએ એ હેલાના વજન જેટલું તેમનું પિતાના શરીરનું માંસ આપવા જણાવ્યું. શ્રી શાંતિનાથ તરત જ પિતાના શરીરમાંથી કાપીને તે માંસ આપવા તૈયારી બતાવે છે, તેથી ત્યાં જ દેએ દયા ગુણની પ્રશંસા કરી. સ્તુતિ કરીને પછી તે ચાલ્યા ગયા. આ દષ્ટાંત પુરાણમાં પ્રસિદ્ધ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org