________________
૨૬૪
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં છઠું પદ તેમોક્ષને ઉપાય છે. જે કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, તે તેની નિવૃત્તિ કેઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન દર્શન સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે, જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે, માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મેક્ષપદના ઉપાય છે.
શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક્દર્શનના મુખ્યનિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા એગ્ય છે; પરમ નિશ્ચયરૂપ જણાવાગ્યા છે, તેને સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા લાગ્યા છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદને વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વમદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવને અહંભાવ, મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વમદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે, તે સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય; સભ્યદર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મેક્ષને પામે. કેઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શેક, સંગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી એક્યતા થઈ છે, તેથી કેવળ પિતાનું ભિન્ન પણું જ છે, એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org