________________
૨૬o
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હાય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય એ ગુણે મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગ્ય એટલે જાગ્રત હાય, અર્થાત્ એ ગુણો વિના મુમુક્ષુપણું પણ ન હોય. ૧૩૮
મેહભાવ ક્ષય હેય જ્યાં, અથવા હાય પ્રશાંત તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ બ્રાંત. ૧૩૯
મેહભાવને જ્યાં ક્ષય થયેહોય, અથવા જ્યાં મેહદશા બહુ ક્ષીણ થઈ હોય, ત્યાં જ્ઞાનીની દશા કહીએ, અને બાકી તે જેણે પિતામાં જ્ઞાન માની લીધું છે, તેને બ્રાંતિ કહીએ. ૧૩૯
સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. ૧૪૦
સમસ્ત જગત જેણે એક જેવું જાણ્યું છે, અથવા સ્વપ્ન જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચાજ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે. ૧૪૦
સ્થાનક પાંચ વિચારીને, છઠું વતે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ ૧૪૧
પાંચે સ્થાનકને વિચારીને જે છટ્ટે સ્થાનકે વતે, એટલે તે મોક્ષના જે ઉપાય કહ્યા છે તેમાં પ્રવર્તે તે પાંચમું સ્થાનક એટલે મેક્ષપદ, તેને પામે. ૧૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org