________________
ઓત્મસિદ્ધિ શાસ્ત્ર
૨૫૯ સર્વ જીવને વિષે સિદ્ધ સમાન સત્તા છે, પણ તે તે જે સમજે તેને પ્રગટ થાય. તે પ્રગટ થવામાં સદ્ગુરુની આજ્ઞાથી પ્રવર્તવું, તથા સદ્ગુરુએ ઉપદેશેલી એવી જિનદશાને વિચાર કરે, તે બેય નિમિત્ત કારણ છે. ૧૩૫
ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત. ૧૩૬
સદ્ગુઆજ્ઞા આદિ તે આત્મસાધનનાં નિમિત્ત કારણ છે, અને આત્માનાં જ્ઞાન દર્શનાદિ ઉપાદાન કારણ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે, તેથી ઉપાદાનનું નામ લઈ જે કેઈતે નિમિત્તને તજશે તે સિદ્ધપણને નહીં પામે, અને ભ્રાંતિમાં વર્યા કરશે, કેમકે સાચા નિમિત્તના નિષેધાથે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારું સાચાં નિમિત્ત બન્યા છતાં કામ નહીં થાય, માટે સાચાં નિમિત્ત મળ્યે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરુષાર્થ રહિત ન થવું; એ શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાને પરમાર્થ છે. ૧૩૬
મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ ન મેહ તે પામર પ્રાણ કરે, માત્ર જ્ઞાનીને દ્રોહ. ૧૩૭
મુખથી નિશ્ચયમુખ્ય વચને કહે છે, પણઅંતરથી પિતાને જ મેહ છૂટ નથી, એવા પામર પ્રાણી માત્ર જ્ઞાની કહેવરાવવાની કામના સાચા જ્ઞાની પુરુષને દ્રોહ કરે છે. ૧૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org