________________
૨૫૪
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત ઝરણું
જ્ઞાન દર્શન તથા અવ્યાબાધ સુખસ્વરૂપ છે. ૧૧૬
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તે પામ, ૧૧૭
તું દેહાદિક સર્વ પદાર્થથી જુદે છે. કેઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કેઈ તેમાં ભળતું નથી, દ્રવ્ય દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન છે, માટે તું શુદ્ધ છે, બેધસ્વરૂપ છે, ચૈતન્યપ્રદેશાત્મક છે; સ્વયંતિ એટલે કેઈ પણ તને પ્રકાશનું નથી, સ્વભાવે જ તું પ્રકાશસ્વરૂપ છે અને અવ્યાબાધ સુખનું ધામ છે. બીજું કેટલું કહીએ? અથવા ઘણું શું કહેવું? ટૂંકામાં એટલું જ કહીએ છીએ, જે વિચાર કર તે તે પદને પામીશ. ૧૧૭
નિશ્ચય સર્વે જ્ઞાનીને, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિ માંય. ૧૧૮
સર્વે જ્ઞાનીઓને નિશ્ચય અત્રે આવીને સમાય છે; એમ કહીને સદ્ગુરુ મૌનતા ધરીને સહજ સમાધિમાં સ્થિત થયા, અર્થાત્ વાણુગની અપ્રવૃત્તિ કરી. ૧૧૮
શિષ્યબાધબીજપ્રાપ્તિકથન સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજ પદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯
શિષ્યને સદ્ગુરુના ઉપદેશથી અપૂર્વ એટલે પૂર્વે કઈ દિવસ નહીં આવેલું એવું ભાન આવ્યું, અને તેને પિતાનું સ્વરૂપ પિતાને વિષે યથાતથ્ય ભાસ્યું, અને દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થયું. ૧૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org