________________
આત્મસિદ્ધિ શાસ્ત્ર
૨૫૩ કેવળ નિજસ્વભાવનું, અખંડ વતે જ્ઞાન કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ ૧૧૩
સર્વ આભારહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે ક્યારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વતે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન્મુક્તદશારૂપ નિવણ, દેહ છતાં જ અત્રે અનુભવાય છે. ૧૧૩
કેટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિને, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪
કરોડ વર્ષનું સ્વમ હેય તે પણ જાગ્રત થતાં તરત શમાય છે, તેમ અનાદિને વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. ૧૧૪
છૂટે દેહાધ્યાસ તે, નહિ કરતા તે કર્મ, નહિ ભોક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ. ૧૧૫
હે શિષ્ય ! દેહમાં જે આત્મતા મનાઈ છે, અને તેને લીધે સ્ત્રીપુત્રાદિ સર્વમાં અહંમમત્વપણું વતે છે, તે આત્મતા જે આત્મામાં જ મનાય, અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ છે તે છૂટે, તે તું કર્મને કર્તા પણ નથી, અને જોક્તા પણ નથી, અને એ જ ધર્મને મર્મ છે. ૧૧૫
એ જ ધર્મથી મેક્ષ છે, તું છે મેક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬
એ જ ધર્મથી મેક્ષ છે, અને તું જ મેક્ષસ્વરૂપ છે; અર્થાત્ શુદ્ધ આત્મપદ એ જ મોક્ષ છે. તું અનંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org