________________
૫૨
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું ક્રોધાદિ કષાય જેના પાતળા પડ્યા છે, માત્ર આત્માને વિષે મેક્ષ થવા સિવાય બીજી કઈ ઈચ્છા નથી, અને સંસારના ભેગ પ્રત્યે ઉદાસીનતા વતે છે તેમ જ પ્રાણુ પર અંતરથી દયા વતે છે, તે જીવને મેક્ષમાર્ગને જિજ્ઞાસુ કહીએ, અર્થાત્ તે માર્ગ પામવા ગ્ય કહીએ. ૧૦૮
તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબોધ;
તે પામે સમક્તિને, વર્તે અંતરશે. ૧૦૯
તે જિજ્ઞાસુ જીવને જે સદ્ગુરુને ઉપદેશ પ્રાપ્ત થાય તે તે સમક્તિને પામે, અને અંતરની શોધમાં વતે. ૧૦૯
મત દર્શન આગ્રહ તજ, વતે સદ્ગલક્ષ; લહે શુદ્ધ સમતિ તે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦
મત અને દર્શનને આગ્રહ છેડી દઈજે ગુરુને લક્ષે વતે તે શુદ્ધ સમક્તિને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી. ૧૧૦
વતે નિજસ્વભાવને, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાથે સમક્તિ. ૧૧૧
આત્મસ્વભાવને જ્યાં અનુભવ, લક્ષ, અને પ્રતીતિ વર્તે છે, તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે, ત્યાં પરમાર્થે સમકિત છે. ૧૧૧
વર્ધમાન સમકિત થઈટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રને, વીતરાગપર વાસ. ૧૧૨
તે સમકિત વધતી જતી ધારાથી હાસ્ય શેકાદિથી જે કંઈ આત્માને વિષે મિથ્યાભાસ ભાસ્યા છે તેને ટાળે, અને
સ્વભાવ સમાધિરૂપ ચારિત્રને ઉદય થાય, જેથી સર્વ રાગદ્વેષના ક્ષયરૂપ વીતરાગપદમાં સ્થિતિ થાય. ૧૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org