________________
૨૫૬
આત્મસિદ્ધિ શાસ્ત્ર
અહીં જન્મ' શબ્દ બહુવચનમાં વાપર્યો છે, તે એટલું જ દર્શાવવાને કે કવચિત્ તે સાધન અધૂરાં રહ્યાં તેથી, અથવા જઘન્ય કે મધ્યમ પરિણામની ધારાથી આરાધન થયાં હોય, તેથી સર્વ કર્મ ક્ષય થઈ ન શકવાથી બીજે જન્મ થવાને સંભવ છે, પણ તે બહુ નહીં, બહુ જ અલ્પ. “સમકિત આવ્યા પછી જે વમે નહીં તે ઘણામાં ઘણું પંદર ભવ થાય, એમ જિને કહ્યું છે, અને જે ઉત્કૃષ્ટ પણે આરાધે તેને તે ભવે પણ મોક્ષ થાય અત્રે તે વાતને વિરોધ નથી. ૧૦૫
ષપદનાં પ્રશ્ન તે, પૂછયાં કરી વિચાર; તે પદની સર્વાગતા, મેક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬
હે શિષ્ય ! તે છ પદનાં છ પ્રશ્નો વિચાર કરીને પૂછયાં છે, અને તે પદની સર્વાગતામાં મોક્ષમાર્ગ છે, એમ નિશ્ચય કર. અર્થાત્ એમાંનું કઈ પણ પદ એકાંતે કે અવિચારથી ઉત્થાપતાં મોક્ષમાર્ગ સિદ્ધ થતું નથી. ૧૦૬
જાતિ, વેષને ભેદ નહિ, કહ્યો માર્ગ જે હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કેય. ૧૦૭
જે મોક્ષને માર્ગ કહ્યો તે હોય તે ગમે તે જાતિ કે વેષથી મેક્ષ થાય, એમાં કંઈ ભેદ નથી. જે સાધે તે મુક્તિ પદ પામે, અને તે મેક્ષમાં પણ બીજા કશા પ્રકારને ઊંચનીચત્યાદિ ભેદ નથી, અથવા આ વચન કહ્યાં તેમાં બીજે કંઈ ભેદ એટલે ફેર નથી. ૧૦૭
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. ૧૦૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org