________________
રષo
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું છે. અને ચારિત્રમોહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેને પ્રતિપક્ષ વિતરાગભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે,–તે તેને અચૂક ઉપાય છે,–તેમ બોધ અને વીતરાગતા દર્શનમેહનીય અને ચારિત્રમેહનીયરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશસ્વરૂપ છે, માટે તે તેને અચૂક ઉપાય છે. ૧૦૩
કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ, પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શું સંદેહ? ૧૦૪
ક્રોધાદિ ભાવથી કર્મબંધ થાય છે, અને ક્ષમાદિક ભાવથી તે હણાય છે; અર્થાત્ ક્ષમાં રાખવાથી ક્રોધ રેકી શકાય છે, સરળતાથી માયા રોકી શકાય છે, સંતોષથી લેભ રેકી શકાય છે, એમ રતિ, અરતિ આદિના પ્રતિપક્ષથી તે તે દે રેકી શકાય છે, તે જ કર્મબંધને નિરોધ છે, અને તે જ તેની નિવૃત્તિ છે. વળી સર્વને આ વાતને પ્રત્યક્ષ અનુભવ છે, અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે. ક્રોધાદિ રક્યાં શકાય છે, અને જે કર્મબંધને રેકે છે, તે અકર્મદશાને માર્ગ છે. એ માર્ગ પરલેકે નહીં, પણ અત્રે અનુભવમાં આવે છે, તે એમાં સંદેહ શો કરવો? ૧૦૪
છેડી મત દર્શન તણે, આગ્રહ તેમ વિકલ્પ કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫
આ મારે મત છે, માટે મારે વળગી જ રહેવું, અથવા આ મારું દર્શન છે, માટે ગમે તેમ મારે તે સિદ્ધ કરવું એ આગ્રહ અથવા એવા વિકલ્પને છેડીને આ જે માગ કહ્યો છે, તે સાધશે, તેના અલ્પ જન્મ જાણવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org