________________
આત્મસિદ્ધિ શાસ્ત્ર
૨૫૫ ભાસ્યું નિજસ્વરૂય તે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦
પિતાનું સ્વરૂપ શુદ્ધ ચિતન્યસ્વરૂપ, અજર, અમર, અવિનાશી અને દેહથી સ્પષ્ટ જુદું ભાસ્યું. ૧૨૦
કર્તા ભક્તા કર્મનો, વિભાવ વતે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અર્તા ત્યાંય. ૧૨૧
જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે, ત્યાં મુખ્ય નથી કર્મનું કર્તાપણું અને ભક્તાપણું છે; આત્મસ્વભાવમાં વૃત્તિ વહી તેથી અકર્તા થયે. ૧૨૧
અથવા નિજ પરિણામ જે, શુદ્ધચેતનારૂપ; કર્તા ભોક્તા તેહને, નિર્વિકલ્પસ્વરૂપ. ૧૨૨
અથવા આત્મપરિણામ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, તેને નિર્વિકલ્પસ્વરૂપે તંભોક્તા થયે. ૧૨૨
મેક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્ય સંક્ષેપમાં, સકળ મા નિગ્રંથ. ૧૨૩
આત્માનું શુદ્ધપદ છે તે મેક્ષ છે અને જેથી તે પમાય તે તેને માર્ગ છે શ્રી સદ્ગુરુએ કૃપા કરીને નિગ્રંથને સર્વ માર્ગ સમજાવ્યું. ૧૨૩
અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણા સિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહે ! અહો! ઉપકાર. ૧૨૪
અહે ! અહા ! કરુણુના અપાર સમુદ્રસ્વરૂપ આત્મલક્ષ્મીએ યુક્ત સદ્દગુરુ, આપ પ્રભુએ આ પામર જીવ પર આશ્ચર્યકારક એ ઉપકાર કર્યો. ૧૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org