________________
૨૪૬
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું ઉદાસીન થવાથી તે કર્મફળ દાય, અને તેથી મેક્ષસ્વભાવ પ્રગટ થાય. ૯૦
દેહાદિક સંગને, આત્યંતિક વિયોગ, સિદ્ધ મેક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભેગ. ૯૧
દેહાદિ સંગને અનુક્રમે વિયોગ તે થયા કરે છે, પણ તે પાછો ગ્રહણ ન થાય તે રીતે વિયાગ કરવામાં આવે તે સિદ્ધસ્વરૂપ મેક્ષસ્વભાવ પ્રગટે, અને શાશ્વતપદે અનંત આત્માનંદ ભગવાય. ૯૧
- શંકા-શિષ્ય ઉવાચ [મેક્ષને ઉપાય નથી, એમ શિષ્ય કહે છે – ] હેય કદાપિ એક્ષપદ, નહિ અવિધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય? ૯૨
મોક્ષપદ કદાપિ હોય તે પણ તે પ્રાપ્ત થવાને કઈ અવિધ એટલે યથાતથ્ય પ્રતીત થાય એ ઉપાય જણાતે નથી, કેમકે અનંત કાળનાં કર્મો છે, તે આવા અલ્પાયુષ્યવાળા મનુષ્યદેહથી કેમ છેદ્યાં જાય ? ૯૨
અથવા મત દર્શન ઘણું, કહે ઉપાય અનેક તેમાં મત સાચે કયે, બને ન એહ વિવેક. ૯૩
અથવા કદાપિ મનુષ્યદેહના અલ્પાયુષ્ય વગેરે શંકા છેડી દઈએ, તે પણ મત અને દર્શન ઘણાં છે, અને તે મોક્ષના અનેક ઉપાયે કહે છે, અર્થાત કેઈ કંઈ કહે છે અને કઈ કંઈ કહે છે, તેમાં ક મત સાચે એ વિવેક બની શકે એવું નથી. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org