________________
આત્મસિદ્ધિ શાસ્ત્ર
૨૪૧ તે ફળદાતા ઈશ્વર સિદ્ધ થતું નથી એટલે જગતને નિયમ પણ કઈ રહે નહીં, અને શુભાશુભ કર્મ ભેગવવાનાં કેઈ સ્થાનક પણ ઠરે નહીં, એટલે જીવને કર્મનું લેતૃત્વ ક્યાં રહ્યું ? ૮૧
સમાધાન–સદ્ગુરુ ઉવાચ [જીવને પોતાનાં કરેલાં કર્મનું ભક્તાપણું છે,એમસરુ સમાધાન કરે છે.]
ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણું ગ્રહણ કરે જડધૂપ. ૮૨
ભાવકર્મા જીવને પિતાની બ્રાંતિ છે, માટે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવવીર્ય સ્કુરાયમાન થાય છે, તેથી જડ એવા દ્રવ્ય કર્મની વર્ગણું તે ગ્રહણ કરે છે. ૮૨
કર્મ જડ છે તે તે શું સમજે કે આ જીવને આ મારે ફળ આપવું, અથવા તે સ્વરૂપે પરિણમવું? માટે જીવ કર્મને ભોક્તા થવા સંભવ નથી, એ આશંકાનું સમાધાન નીચેથી થશે –
જીવ પિતાના સ્વરૂપના અજ્ઞાનથી કર્મને ર્તા છે. તે અજ્ઞાન તે ચેતનરૂપ છે, અર્થાત્ જીવની પિતાની કલ્પના છે, અને તે કલ્પનાને અનુસરીને તેના વીર્યસ્વભાવની સ્મૃતિ થાય છે, અથવા તેનું સામર્થ્ય તદનુયાયીપણે પરિણમે છે, અને તેથી જડની ધૂપ એટલે દ્રવ્યકર્મરૂપ પુદ્ગલની વર્ગને તે ગ્રહણ કરે છે. (૮૨)
ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભક્તાપણું જણાય. ૮૩ આ૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org