________________
૨૪ર
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં ઝેર અને અમૃત પિતે જાણતા નથી કે અમારે આ જીવને ફળ આપવું છે, તે પણ જે જીવ ખાય છે, તેને તે ફળ થાય છે; એમ શુભાશુભ કર્મ, આ જીવને આ ફળ આપવું છે એમ જાણતાં નથી, તે પણ ગ્રહણ કરનાર જીવ, ઝેર–અમૃતના પરિણામની રીતે ફળ પામે છે. ૮૩ - ઝેર અને અમૃત પિતે એમ સમજતાં નથી કે અમને ખાનારાને મૃત્યુ, દીર્ધાયુષતા થાય છે. પણ સ્વભાવે તેને ગ્રહણ કરનાર પ્રત્યે જેમ તેનું પરિણમવું થાય છે, તેમ જીવમાં શુભાશુભ કર્મ પણ પરિણમે છે, અને ફળ સન્મુખ થાય છે; એમ જીવને કર્મનું ભક્તાપણું સમજાય છે. (૮૩)
એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય. ૮૪
એક રાંક છે અને એક રાજા છે, એ આદિ શબ્દથી નીચપણું, ઊંચપણું, કુરૂપપણું, સુરૂપપણું એમ ઘણું વિચિત્રપણું છે અને એ જે ભેદ રહે છે તે, સર્વને સમાનતા નથી, તે જ શુભાશુભ કર્મનું ભક્તાપણું છે, એમ સિદ્ધ કરે છે, કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. ૮૪
તે શુભાશુભ કર્મનું ફળ ન થતું હોય, તો એક રાંક અને એક રાજા એ આદિ જે ભેદ છે, તે ન થવા જોઈએ, કેમકે જીવપણું સમાન છે, તથા મનુષ્યપણું સમાન છે, તો સર્વને સુખ અથવા દુખ પણ સમાન જોઈએ; જેને બદલે આવું વિચિત્રપણું જણાય છે, તે જ શુભાશુભ કર્મથી ઉત્પન્ન થયેલે ભેદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org