________________
૨૪૦
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં વળી જીવ અને ઈશ્વરને સ્વભાવભેદ માનતાં પણ અનેક દેષ સંભવે છે. બનેને જે ચૈતન્યસ્વભાવ માનીએ, તે બન્ને સમાન ધર્મના કર્તા થયા તેમાં ઈશ્વર જગતાદિ રચે અથવા કર્મનું ફળ આપવારૂપ કાર્ય કરે અને મુક્ત ગણાય; અને જીવ એકમાત્ર દેહાદિ સૃષ્ટિ રચે, અને પોતાનાં કર્મોનું ફળ પામવા માટે ઈશ્વરાશ્રય ગ્રહણ કરે, તેમ જ બંધમાં ગણાય એ યથાર્થ વાત દેખાતી નથી. એવી વિષમતા કેમ સંભવિત થાય?
વળી જીવ કરતાં ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તે પણ વિરેાધ આવે છે. ઈશ્વર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ગણીએ તો શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને તેમાં ભેદ પડે ન જોઈએ, અને ઈશ્વરથી કર્મનાં ફળ આપવાદિ કાર્ય ન થવાં જોઈએ; અથવા મુક્ત જીવથી પણ તે કાર્ય થવું જોઈએ અને ઈશ્વરને જે અશુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણુએ તો તે સંસારી જીવે જેવી તેની સ્થિતિ ઠરે, ત્યાં પછી સર્વજ્ઞાદિ ગુણને સંભવ ક્યાંથી થાય? અથવા દેહધારી સર્વજ્ઞની પેઠે તેને “દેહધારી સર્વજ્ઞ ઈશ્વર” માનીએ તો પણ સર્વ કર્મફળદાતૃત્વરૂપ “વિશેષ સ્વભાવ” ઈશ્વરમાં ક્યા ગુણને લીધે માનવા ગ્ય થાય? અને દેહ તે નાશ પામવા ગ્ય છે, તેથી ઈશ્વરને પણ દેહ નાશ પામે, અને તે મુક્ત થયે કર્મફળદાતૃત્વ ન રહે, એ આદિ અનેક પ્રકારથી ઈશ્વરને કર્મફળદાતૃત્વ કહેતાં દોષ આવે છે, અને ઈશ્વરને તે સ્વરૂપે માનતાં તેનું ઈશ્વરપણું ઉત્થાપવા સમાન થાય છે. (૮૦)
ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મનાં, ભેગ્યસ્થાન નહિ કેય. ૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org