________________
આત્મસિદ્ધિ શાસ્ત્ર
૨૩૭ સમજવો યોગ્ય નથી, કેમકે જે જે કઈ પણ વસ્તુ ગ્રહણ કરી હોય તે છોડી શકાય એટલે ત્યાગી શકાય; કેમકે ગ્રહણ કરેલી વસ્તુથી ગ્રહણ કરનારી વસ્તુનું કેવળ એકત્વ કેમ થાય? તેથી જીવે ગ્રહણ કરેલાં એવાં જે દ્રવ્યકર્મ તેને જીવ ત્યાગ કરે તો થઈ શકવાને ગ્ય છે, કેમકે તે તેને સહકારી સ્વભાવે છે, સહજ સ્વભાવે નથી, અને તે કર્મને મેં તમને અનાદિ બ્રમ કહ્યો છે, અર્થાત્ તે કર્મનું કર્તાપણું અજ્ઞાનથી પ્રતિપાદન કર્યું છે, તેથી પણ તે નિવૃત્ત થવા ગ્ય છે, એમ સાથે સમજવું ઘટે છે. જે જે ભ્રમ હોય છે, તે તે વસ્તુની ઊલટી સ્થિતિની માન્યતારૂપ હોય છે, અને તેથી તે ટળવા ગ્ય છે, જેમ મૃગજળમાંથી જળબુદ્ધિ. કહેવાને હેતુ એ છે કે, અજ્ઞાને કરીને પણ જે આત્માને કર્તાપણું ન હોય, તે તે કશું ઉપદેશાદિ શ્રવણ, વિચાર, જ્ઞાન આદિ સમજવાને હેતુ રહે નથી. હવે અહીં આગળ જીવનું પરમાર્થ જે કર્તાપણું છે તે કહીએ છીએ : (૭૭)
ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ, વતે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ–પ્રભાવ. ૭૮
આત્મા જે પિતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વર્તે તે તે પિતાના તે જ સ્વભાવનો કર્તા છે, અર્થાત્ તે જ સ્વરૂપમાં પરિણમિત છે, અને તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતે ન હોય ત્યારે કર્મભાવને કર્તા છે. ૭૮
પિતાના સ્વરૂપના ભાનમાં આત્મા પોતાના સ્વભાવને એટલે ચૈતન્યાદિ સ્વભાવને જ કર્તા છે, અન્ય કઈ પણ કર્યાદિને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org