________________
૨૩૮
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું કર્તા નથી, અને આત્મા જ્યારે પિતાના સ્વરૂપના ભાનમાં વતે નહીં ત્યારે કર્મના પ્રભાવને કર્તા કહ્યો છે.
પરમાથે તે જીવ અકિય છે, એમ વેદાંતાદિનું નિરૂપણ છે; અને જિનપ્રવચનમાં પણ સિદ્ધ એટલે શુદ્ધાત્માનું અકિયપણું છે, એમ નિરૂપણ કર્યું છે, છતાં અમે આત્માને શુદ્ધવસ્થામાં કર્તા હોવાથી સકિય કહ્યો એ સંદેહ અત્રે થવા
ગ્ય છે. તે સંદેહ આ પ્રકારે શમાવવા એગ્ય છે –શુદ્ધાત્મા પગન, પરભાવને અને વિભાવને ત્યાં કર્તા નથી, માટે અકિય કહેવા ગ્ય છે પણ ચૈતન્યાદિ સ્વભાવને પણ આત્મા ર્તા નથી એમ જે કહીએ તો તે પછી તેનું કંઈ પણ સ્વરૂપ ન રહે. શુદ્ધાત્માને ગકિયા નહીં હોવાથી તે અકિય છે, પણ સ્વાભાવિક ચિંતન્યાદિ સ્વભાવરૂપ કિયા હોવાથી તે સક્રિય છે. ચૈતન્યાત્મપણું આત્માને સ્વાભાવિક હોવાથી તેમાં આત્માનું પરિણમવું તે એકાત્મપણે જ છે, અને તેથી પરમાર્થનયથી સકિય એવું વિશેષણ ત્યાં પણ આત્માને આપી શકાય નહીં. નિજ સ્વભાવમાં પરિણમવારૂપ સક્રિયતાથી નિજ સ્વભાવનું કર્તાપણું શુદ્ધાત્માને છે, તેથી કેવળ શુદ્ધ સ્વધર્મ હોવાથી એકાત્મપણે પરિણમે છે, તેથી અકિય કહેતાં પણ દોષ નથી. જે વિચારે સક્રિયતા, અકિયતા નિરૂપણ કરી છે, તે વિચારના પરમાર્થને ગ્રહીને સક્રિયતા,અકિયતાકહેતાં કશો દોષ નથી.(૭૮)
શકા–શિષ્ય ઉવાચ [તે કર્મનું ભક્તાપણું જીવને નહીં હોય ? એમ શિષ્ય કહે છે –]
જીવ કર્મ કર્તા કહે, પણ ભક્તા નહિ સેય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હેય? ૭૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org