________________
૨૩૬
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું જ્યારે એમ જ હોય તે પછી તેનાં કઈ પણ પ્રકારનાં દુઃખોનો સંભવ પણ ન જ થાય. જ્યારે કેઈ પણ પ્રકારનાં દુઃખનો સંભવ આમાને ન જ થતો હોય તો પછી વેદાંતાદિ શાસ્ત્ર સર્વ દુઃખથી ક્ષય થવાને જે માર્ગ ઉપદેશે છે તે શા માટે ઉપદેશે છે? “જ્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં, ત્યાં સુધી દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય નહીં,” એમ વેદાંતાદિ કહે છે; તે જે દુઃખ ન હોય તે તેની નિવૃત્તિને ઉપાય શા માટે કહેવું જોઈએ? અને કર્તૃત્વપણું ન હોય, તે દુઃખનું ક્ષેત્ત્વપણું ક્યાંથી હોય? એમ વિચાર કરવાથી કર્મનું કર્તુત્વ કરે છે. - હવે અત્રે એક પ્રશ્ન થવા ગ્ય છે અને તમે પણ તે પ્રશ્ન કર્યો છે કે “જે કર્મનું કર્તાપણુ આત્માને માનીએ, તે તે આત્માને તે ધર્મ કરે, અને જે જેને ધર્મ હોય તે
ક્યારે પણ ઉચછેદ થવા ગ્ય નથી; અર્થાત્ તેનાથી કેવળ ભિન્ન પડી શકવા ગ્ય નથી, જેમ અગ્નિની ઉષ્ણતા અથવા પ્રકાશ તેમ.” એમ જ જે કર્મનું કર્તાપણું આત્માને ધર્મ ઠરે, તે તે નાશ પામે નહીં. 1 ઉત્તર-સર્વ પ્રમાણશના સ્વીકાર્યા વિના એમ ઠરે, પણ વિચારવાનું હોય તે કઈ એક પ્રમાણુશ સ્વીકારીને બીજા પ્રમાણુશને નાશ ન કરે. “તે જીવને કર્મનું કર્તાપણું ન હોય અથવા “હેય તે તે પ્રતીત થવા ચોગ્ય નથી.” એ આદિ પ્રશ્ન કર્યાના ઉત્તરમાં જીવનું કર્મનું કર્તુત્વ જણાવ્યું છે. કર્મનું કર્તૃત્વ હોય તે તે ટળે જ નહીં, એમ કાંઈ સિદ્ધાંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org