________________
૨૩૦
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં સ્મૃતિ છે. ત્રણે અવસ્થામાં આત્મા એક હોય તે એમ બને, પણ જે આત્મા ક્ષણે ક્ષણે બદલાતે હેય તે અનુભવ બને જ નહીં. ૬૮
અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણું વદનાર; વદનાર તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ૬૯
વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર અર્થાત્ જાણનાર ક્ષણિક હેય નહીં; કેમકે પ્રથમ ક્ષણે અનુભવ થયે તેને બીજે ક્ષણે તે અનુભવ કહી શકાય, તે બીજે ક્ષણે પોતે ન હોય તે કયાંથી કહે? માટે એ અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાને નિશ્ચય કર. ૬૯
કયારે કઈ વસ્તુને, કેવળ હેય ન નાશ,
ચેતન પામે નાશ તે, કેમાં ભળે તપાસ. ૭૦ વળી કઈ પણ વસ્તુને કઈ પણ કાળે કેવળ તો નાશ થાય જ નહીં; માત્ર અવસ્થાંતર થાય, માટે ચેતનને પણ કેવળ નાશ થાય નહીં. અને અવસ્થાંતરરૂપ નાશ થતો હોય તે તે કેમાં ભળે, અથવા કેવા પ્રકારનું અવસ્થાંતર પામે તે તપાસ અર્થાત્ ઘટાદિ પદાર્થ ફૂટી જાય છે, એટલે કે એમ કહે છે કે ઘડો, નાશ પામે છે, કંઈ માટીપણું નાશ પામ્યું નથી. તે છિન્નભિન્ન થઈ જઈ સૂક્ષ્મમાં સૂમ ભૂકો થાય તે પણ પરમાણુ સમૂહરૂપે રહે, પણ કેવળ નાશ ન થાય, અને તેમાંનું એક પરમાણુ પણ ઘટે નહીં, કેમકે અનુભવથી જોતાં , અવસ્થાંતર થઈ શકે, પણ પદાર્થને સમૂળગો નાશ થાય એમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org