________________
૨૧૮
શ્રીમદ્ રાજચ કાવ્ય-અમૃત-અાં
જ સંસ્કાર છે, જે પૂર્વજન્મ જીવની નિત્યતા સિદ્ધ કરે છે. ૬૭ સર્પમાં જન્મથી ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, પારેવાને વિષે જન્મથી જ નિહિંસકપણું જોવામાં આવે છે, માંકડ આદિ જં તુઓને પકડતાં તેને પકડવાથી દુઃખ થાય છે એવી ભયસના પ્રથમથી તેના અનુભવમાં રહી છે, તેથી તે નાશી જવાનુ` પ્રયત્ન કરે છે; કઇંક પ્રાણીમાં જન્મથી પ્રીતિનુ કઈંકમાં સમતાનું, કઈંકમાં વિશેષ નિ યતાનું, કંઈકમાં ગંભીરતાનું, કંઈકમાં વિશેષ ભયસંજ્ઞાનું, કંઈકમાં કામાર્દિ પ્રત્યે અસંગતાનું, અને કઈકને આહારાદ્વિ વિષે અધિક અધિક લબ્ધપણાનું વિશેષપણું જોવામાં આવે છે; એ આદિ ભેદ એટલે ક્રોધાદિ સંજ્ઞાના ન્યૂનાધિકપણા આદિથી તેમ જ તે તે પ્રકૃતિએ જન્મથી સહચારીપણે રહી જોવામાં આવે છે તેથી તેનું કારણ પૂના સંસ્કાર જ સંભવે છે.
કદાપિ એમ કહીએ કે ગંમાં વીય કે રેતના ગુણના યાગથી તે તે પ્રકારના ગુણા ઉત્પન્ન થાય છે, પણ તેમાં પૂજન્મ કંઈ કારણભૂત નથી; એ કહેવુ' પણ યથાર્થ નથી. જે માબાપે કામને વિષે વિશેષ પ્રીતિવાળાં જોવામાં આવે છે, તેના પુત્રો પરમ વીતરાગ જેવા ખાળપણાથી જ જોવામાં આવે છે, વળી જે માબાપેામાં ક્રેધનું વિશેષપણું. જોવામાં આવે છે, તેની સંતતિમાં સમતાનું વિશેષપણું દૃષ્ટિગેાચર થાય છે, તે શી રીતે થાય ? વળી તે વીં−રેતના તેવા ગુણા સંભવતા નથી, કેમકે તે વીય—રત પાતે ચેતન નથી, તેમાં ચેતન સંચરે છે, એટલે દેહ ધારણ કરે છે; એથી કરીને વીય–રેતને આશ્રયે ક્રોધાદ્રિ ભાવ ગણી શકાય નહીં, ચેતન વિના કોઈ પણ સ્થળે તેવા
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org