________________
૨૨૬
શ્રીમદ રાજચંદ્ર કાવ્ય અમૃત–ઝરણાં
અને લય જે જાણે છે તે તેથી જુદા જ હાય, કેમકે તે ઉત્પત્તિલયરૂપ ન કર્યાં, પણ તેના જાણનાર ઠર્યાં, માટે તે એની એકતા કેમ થાય ? (૬૩)
જે સચાગે દેખિયે, તે તે અનુભવ દૃશ્ય; ઊપજે નહિ સ યેાગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪
જે જે સયોગા દેખીએ છીએ તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના દૃશ્ય એટલે તેને આત્મા જાણે છે, અને તે સંચાગનુ સ્વરૂપ વિચાર તાં એવા કોઈ પણ સચાગ સમજાતા નથી કે જેથી આત્મા ઉત્પન્ન થાય છે, માટે આત્મા સયોગથી નહી ઉત્પન્ન થયેલા એવા છે; અર્થાત્ અસયાગી છે, સ્વાભાવિક પદ્મા છે, માટે તે પ્રત્યક્ષ ‘નિત્ય’ સમજાય છે. ૬૪
જે જે દેહાદિ સંયોગા દેખાય છે તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના દશ્ય છે, અર્થાત્ આત્મા તેને જુએ છે અને જાણે છે, એવા પદાર્થ છે. તે બધા સચાગેાના વિચાર કરી જીએ તે। કાઈ પણ સંયોગોથી અનુભવસ્વરૂપ એવા આત્મા ઉત્પન્ન થઈ શકવા યોગ્ય તમને જણાશે નહીં. કાઈ પણ સંયોગેા તમને જાણતા નથી અને તમે તે સવ સયોગાને જાણા છે એ જ તમારું તેથી જુદાપણું અને અસયોગીપણુ એટલે તે સંયોગાથી ઉત્પન્ન નહીં થવાપણુ` સહેજે સિદ્ધ થાય છે, અને અનુભવમાં આવે છે. તેથી એટલે કોઈ પણ સંચા ગાથી જેની ઉત્પત્તિ થઈ શકતી નથી, કોઈ પણ સંયોગા જેની ઉત્પત્તિ માટે અનુભવમાં આવી શકતા નથી, જે જે સ યોગા પીએ તેથી તે અનુભવ ન્યારા ને ન્યારા જ માત્ર તેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org