________________
૨૨૪
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણા તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવા ગ્ય નથી, અને ઉત્પત્તિ થવા
ગ્ય નથી તેથી ચેતન તેમાં નાશ પણ પામવાયોગ્ય નથી. વળી તે દેહ રૂપી એટલે સ્થૂળાદિ પરિણામવાળે છે અને ચેતન દ્રષ્ટા છે, ત્યારે તેના સાગથી ચેતનની ઉત્પત્તિ શી, રીતે થાય? અને તેમાં લય પણ કેમ થાય? દેહમાંથી ચેતન ઉત્પન્ન થાય છે. અને તેમાં જ નાશ પામે છે, એ વાત કેના અનુભવને વશ રહી? અર્થાત્ એમ કેણે જાણ્યું? કેમકે જાણ નાર એવા ચેતનની ઉત્પત્તિ દેહથી પ્રથમ છે નહીં, અને નાશ તે તેથી પહેલાં છે, ત્યારે એ અનુભવ થયે કેને? ૬૨
જીવનું સ્વરૂપ અવિનાશી એટલે નિત્ય ત્રિકાળ રહેવાવાળું સંભવતું નથી; દેહના ચેગથી એટલે દેહના જન્મ સાથે તે જન્મે છે અને દેહના વિયોગે એટલે દેહના નાશથી તે નાશ પામે છે એ આશંકાનું સમાધાન આ પ્રમાણે વિચારશે –
દેહ છે તે જીવને માત્ર સંગ સંબંધે છે, પણ જીવનું મૂળ સ્વરૂપ ઉત્પન્ન થવાનું કંઈ તે કારણ નથી. અથવા દેહ છે તે માત્ર સાગથી ઉત્પન્ન થયેલ એ પદાર્થ છે. વળી તે જડ છે એટલે કેઈને જાણતા નથી, પિતાને તે જાણતા નથી તો બીજાને શું જાણે? વળી દેહ રૂપી છે; સ્થૂળાદિ સ્વભાવવાળે છે અને ચક્ષુને વિષય છે. એ પ્રકારે દેહનું સ્વરૂપ છે, તે તે ચેતનનાં ઉત્પત્તિ અને લયને શી રીતે જાણે? અર્થાત્ પિતાને તે જાણતા નથી તે “મારાથી આ ચેતન ઉત્પન્ન થયું છે, એમ શી રીતે જાણે? અને “મારા છૂટી જવા પછી આ ચેતન છૂટી જશે અર્થાત્ નાશ પામશે એમ જડ એ દેહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org