________________
૨૨૦
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં દેહાધ્યાસથી એટલે અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહને પરિચય છે, તેથી આત્મા દેહ જે અર્થાત તને દેહ ભાસ્યા છે, પણ આત્મા અને દેહ બને જુદાં છે, કેમકે બેય જુદાં જુદાં લક્ષણથી પ્રગટ ભાનમાં આવે છે. ૪૯
ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦
અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભા છે; અથવા દેહ જે આત્મા ભાસ્ય છેપણ જેમ તરવાર ને મ્યાન, મ્યાનરૂપ લાગતાં છતાં બન્ને જુદાં જુદાં છે, તેમ આત્મા અને દેહ બને જુદા જુદા છે. ૫૦
જે દ્રષ્ટા છે દષ્ટિને, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧
તે આત્મા દષ્ટિ એટલે આંખથી કયાંથી દેખાય? કેમકે ઊલટે તેને તે જેનાર છે. સ્થૂળસૂક્ષ્માદિ રૂપને જે જાણે છે, અને સર્વને બાદ કરતાં કરતાં કેઈ પણ પ્રકારે જેને બાધ કરી શકાતો નથી એ બાકી જે અનુભવ રહે છે તે જીવનું સ્વરૂપ છે. ૫૧
૧છે ઈન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઈદ્રીના વિષયનું, પણ આત્માને ભાન. પર
કણેન્દ્રિયથી સાંભળ્યું છે તે કન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ-ઈન્દ્રિય તેને જાણતી નથી, અને ચક્ષુ-ઈન્દ્રિયે દીઠેલું તે કણેન્દ્રિય જાણતી નથી. અર્થાત્ સી સી ઇન્દ્રિયને પોતપોતાના
૧ પાઠાંતર –કાન ન જાણે આંખને, આંખ ન જાણે કાન;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org