________________
આત્મસિદ્ધિ શાસ્ત્ર
૨૧૫
એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અન–અધિકારીમાં જ. ૩૧
એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે કેમકે ઉપર કહ્યા જીવ, તેને જેમ કુળધર્માદિથી મતાર્થતા છે, એમ આને જ્ઞાની ગણવવાના માનની ઈચ્છાથી પિતાના શુષ્કમતને આગ્રહ છે, માટે તે પણ પરમાર્થને પામે નહીં, અને અનઅધિકારી એટલે જેને વિષે જ્ઞાન પરિણામ પામવા ગ્ય નહીં એવા જીવમાં તે પણ ગણાય. ૩૧
નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય, સરળ પણું ન મધ્યસ્થતા, એ મતાથી દુર્ભાગ્ય. ૩૨
જેને ક્રોધ, માન, માયા, લેભરૂપ કષાય પાતળા પડયા નથી, તેમ જેને અંતર વૈરાગ્ય ઉત્પન્ન થયા નથી, આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી, તેમ સત્યાસત્યતુલના કરવાને જેને અપક્ષપાતદષ્ટિ નથી, તે મતાથી જીવ દુર્ભાગ્ય એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળા મોક્ષમાર્ગને પામવા ચોગ્ય એવું તેનું ભાગ્ય ન સમજવું. ૩૨
લક્ષણ કહ્યાં મતાથનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માથીનાં, આત્મ-અર્થ સુખસાજ. ૩૩
એમ મતાથી જીવનાં લક્ષણ કહ્યાં, તે કહેવાનો હેતુ એ છે કે કઈ પણ જીવને તે જાણીને મતાર્થ જાય. હવે આત્માર્થી જીવનાં લક્ષણ કહીએ છીએ –તે લક્ષણ કેવાં છે? તે કે આત્માને અવ્યાબાધ સુખની સામગ્રીના હેતુ છે. ૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org