________________
૨૧૧
આત્મસિદ્ધિ શાસ્ત્ર
પ્રત્યક્ષ સગુરુ નથી, સ્વચ્છદ તે કાય; અન્ય ઉપાય કર્યો થકી, પ્રાયે બમણો થાય. ૧૬
પ્રત્યક્ષ સદ્ગુરુના વેગથી તે સ્વછંદ રોકાય છે, બાકી પિતાની ઈચ્છાએ બીજા ઘણા ઉપાય કર્યા છતાં ઘણું કરીને તે બમણું થાય છે. ૧૬
સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭
સ્વચ્છેદને તથા પિતાના મતના આગ્રહને તજીને જે સદ્ગુરુના લક્ષે ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગે સમકિત” કહ્યું છે. ૧૭
માનાદિક શત્રુ મહા, નિજ છેદે ન મરાય; જાતાં સદ્દગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮
માન અને પૂજાસત્કારાદિને લેભ એ આદિ મહાશત્રુ છે, તે પિતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહીં, અને સદ્ગુરુના શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જાય. ૧૮
જે સદ્ગુરુ ઉપદેશથી, પાપે કેવળજ્ઞાન, ગુરુ રહ્યા છઘ પણ, વિનય કરે ભગવાન. ૧૯
જે સદૂગુરુના ઉપદેશથી કઈ કેવળજ્ઞાનને પામ્યા, તે સદ્દગુરુ હજુ છવાસ્થ રહ્યા તેપણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળીભગવાન છઘસ્થ એવા પિતાના સદ્ગુરુની વૈયાવચ્ચ કરે. ૧૯
એ માર્ગ વિનય તણે, ભાગ્યે શ્રી વિતરાગ; મૂળ હેતુ એ માગને, સમજે કઈ સુભાગ્ય. ૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org