________________
આત્મસિદ્ધિ શાસ્ત્ર
૨૦૭ આશંકા –ત્યાગ વૈરાગ્યાદિના ઉત્કૃષ્ટપણાથી તેને એકાવતારીપણું કહ્યું હશે.
સમાધાન :-પરમાર્થથી ઉત્કૃષ્ટ ત્યાગવૈરાગ્ય વિના એકાવતારીપણું થાય જ નહીં. એ સિદ્ધાંત છે, અને વર્તમાનમાં પણ ચોથા પાંચમા અને છઠ્ઠ ગુણસ્થાનકને કશે નિષેધ છે નહીં અને ચોથે ગુણસ્થાનકેથી જ આત્મજ્ઞાનને સંભવ થાય છે; પાંચમે વિશેષ સ્વરૂપસ્થિતિ થાય છે, છઠું ઘણું અંશે સ્વરૂપસ્થિતિ થાય છે, પૂર્વ પ્રેરિત પ્રમાદના ઉદયથી માત્ર કંઈક પ્રમાદશા આવી જાય છે. પણ તે આત્મજ્ઞાનને રોધક નથી, ચારિત્રને રેધક છે.
આશંકા – અત્રે તે સ્વરૂપસ્થિતિ એવું પદ વાપર્યું છે, અને સ્વરૂપસ્થિતિ પદ તે તેરમે ગુણસ્થાનકે જ સંભવે છે.
સમાધાન સ્વરૂપસ્થિતિની પરાકાષ્ટા તે ચૌદમાં ગુણસ્થાનકને છેડે થાય છે, કેમકે નામ ગોત્રાદિ ચાર કર્મને નાશ ત્યાં થાય છે તે પહેલાં કેવળીને ચાર કર્મને સંગ છે તેથી સંપૂર્ણ સ્વરૂપસ્થિતિ તે તેરમે ગુણસ્થાનકે પણ ન કહેવાય.
આશંકા -ત્યાં નામાદિ કર્મથી કરીને અવ્યાબાધ સ્વરૂપસ્થિતિની ના કહે છે તે ઠીક છે, પણ કેવળજ્ઞાનરૂપ સ્વરૂપસ્થિતિ છે, તેથી સ્વરૂપસ્થિતિ કહેવામાં દોષ નથી, અને અત્રે તે તેમ નથી, માટે સ્વરૂપસ્થિતિપણું કેમ કહેવાય ?
સમાધાન:-કેવળજ્ઞાનને વિષે સ્વરૂપસ્થિતિનું તારતમ્ય વિશેષ છે; અને ચોથ, પાંચમે, છઠું, ગુણસ્થાનકે તેથી અલ્પ છે, એમ કહેવાય; પણ સ્વરૂપસ્થિતિ નથી એમ ન કહી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org