________________
૨૦૬
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં અર્થાત્ નિજ અનુભવ સહિત જેને ઉપદેશ હેવાથી અજ્ઞાનીની વાણી કરતાં પ્રત્યક્ષ જુદી પડે છે, અને પરમકૃત એટલે ષદર્શનના યથાસ્થિત જાણ હોય, એ સદ્ગુરુનાં ગ્ય લક્ષણ છે.
અત્રે સ્વરૂપસ્થિત એવું પ્રથમ પદ કહ્યું તેથી જ્ઞાનદશા કહી. ઈચ્છારહિતપણું કહ્યું તેથી ચારિત્રદશા કહી. ઈચ્છારહિત હેય તે વિચરી કેમ શકે? એવી આશંકા, પૂર્વ પ્રયુગ એટલે પૂર્વના બંધાયેલા પ્રારબ્ધથી વિચરે છે; વિચરવા આદિની બાકી જેને કામના નથી,” એમ કહી નિવૃત્ત કરી. અપૂર્વ વાણી એમ કહેવાથી વચનાતિશયતા કહી, કેમકે તે વિના મુમુક્ષુને ઉપકારન થાય. પરમકૃત કહેવાથી ષટ્રદર્શન અવિરુદ્ધ દશાએ જાણનાર કહ્યા, એટલે શ્રુતજ્ઞાનનું વિશેષપણું દર્શાવ્યું.
આશંકા –વર્તમાનકાળમાં સ્વરૂપસ્થિત પુરુષ હોય નહીં, એટલે જે સ્વરૂપસ્થિત વિશેષણવાળા સશુરુ કહ્યા છે, તે આજે હવા ગ્ય નથી. - સમાધાન –વર્તમાનકાળમાં કદાપિ એમ કહેવું હોય તે કહેવાય કે કેવળભૂમિકાને વિષે એવી સ્થિતિ અસંભવિત છે, પણ આત્મજ્ઞાન જ ન થાય એમ કહેવાય નહીં; અને આત્મજ્ઞાન છે તે સ્વરૂપસ્થિતિ છે.
- આશંકા –આત્મજ્ઞાન થાય તે વર્તમાનકાળમાં મુક્તિ થવી જોઈએ અને જિનાગમમાં ના કહી છે.
સમાધાન –એ વચન કદાપિ એકાંતે એમ જ એમ ગણુએ તે પણ તેથી એકાવતારીપણાને નિષેધ થતું નથી, અને એકાવતારીપણું આત્મજ્ઞાન વિના પ્રાપ્ત થાય નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org