________________
આત્મસિદ્ધિ શાસ્ત્ર
૨૦૬. અને સદ્ધર્મની પ્રતીતિ વિના સમકિત કહ્યું નથી,” તે કહેવા માત્ર જ થયું.
અથવા જે શાસ્ત્રનું તમે પ્રમાણ લે છે તે શાસ્ત્ર સગુરુ એવા જિનનાં કહેલાં છે તેથી પ્રમાણિક માનવાં ચગ્ય છે કે કેઈઅસગુરુનાં કહેલાં છે તેથી પ્રમાણિક માનવાં ચગ્ય છે? જે અસદ્ગુરુનાં શાસ્ત્રો પણ પ્રમાણિક માનવામાં બાધ ન હોય તે તે અજ્ઞાન અને રાગદ્વેષ આરાધવાથી પણ મોક્ષ થાય એમ કહેવામાં બાધ નથી, તે વિચારવા ગ્ય છે.
“આચારાંગસૂત્રમાં (પ્રથમ શ્રતસ્કંધ પ્રથમાધ્યયનના પ્રથમ ઉદેશે, પ્રથમ વાકય) કહ્યું છે કે –આ જીવ પૂર્વથી આવ્યો છે? પશ્ચિમથી આવે છે? ઉત્તરથી આવ્યું છે? દક્ષિણથી આવ્યો છે? અથવા ઊંચેથી? નીચેથી કે કોઈ અનેરી દિશાથી આવ્યો છે? એમ જે જાણતો નથી તે મિથ્યાદષ્ટિ છે, જે જાણે તે સમ્યગ્દષ્ટિ છે. તે જાણવાનાં ત્રણ કારણે આ પ્રમાણે –(૧) તીર્થકરના ઉપદેશથી, (૨) સદ્ગુરુના ઉપદેશથી, અને (૩) જાતિમૃતિજ્ઞાનથી.
અત્રે જાતિસ્મૃતિજ્ઞાન કહ્યું તે પણ પૂર્વના ઉપદેશની. સંધિ છે. એટલે પૂર્વે તેને બેધ થવામાં સદ્ગુરુને અસંભવ ધારે ઘટતું નથી. વળી ઠામ ઠામ જિનાગમમાં એમ. કહ્યું છે કે –
૨ “Tો અંતાણુવત્તin'ગુરુની આજ્ઞાએ પ્રવર્તવું. ગુરુની આજ્ઞાએ ચાલતાં અનંતા જી સીઝયા, સીઝે છે ૧. સૂત્રકૃતાંગ, પ્રથમ શ્રુતસ્કંધ, દ્વિતીય અધ્યયન, ગાથા ૩૨,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org