________________
૨૦૨
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં કે કંઈક જીવોનાં પૂર્વે કલ્યાણ થયાં છે; અને તેમને સદ્ગુરુના ચરણ સેવ્યા વિના કલ્યાણની પ્રાપ્તિ થઈ છે, અથવા અસદુગુરુથી પણ કલ્યાણની પ્રાપ્તિ થાય; અસગુરુને પિતાને ભલે માર્ગની પ્રતીતિ નથી, પણ બીજાને તે પમાડી શકે, એટલે બીજે તે માની પ્રતીતિ, તેને ઉપદેશ સાંભળીને કરે તો તે પરમાર્થને પામે, માટે સદ્ગુરુચરણને સેવ્યા વિના પણ પરમાઈની પ્રાપ્તિ થાય, એવી આશંકાનું સમાધાન કરે છે –
યદ્યપિ કઈ છે પિતે વિચાર કરતાં બૂઝયા છે, એ શાસ્ત્રમાં પ્રસંગ છે; પણ કેઈ સ્થળે એવો પ્રસંગ કહ્યો નથી કે અસદ્દગુરુથી અમુક બૂઝયા. હવે કોઈ પિતે વિચાર કરતાં બૂઝયા છે એમ કહ્યું છે તેમાં શાસ્ત્રોને કહેવાને હેતુ એ નથી કે સગુરુની આજ્ઞાએ વર્તવાથી જીવનું કલ્યાણ થાય છે એમ અમે કહ્યું છે પણ તે વાત યથાર્થ નથી; અથવા સદ્ગુરુની આજ્ઞાનું જીવને કંઈ કારણ નથી એમ કહેવાને માટે. તેમ જી પોતાના વિચારથી સ્વયંબેધ પામ્યા છે એમ કહ્યું છે તે પણ વર્તમાન દેહે પિતાના વિચારથી અથવા બધથી બૂઝયા કહ્યા છે, પણ પૂર્વે તે વિચાર અથવા બેધ તેણે સન્મુખ કર્યો છે તેથી વર્તમાનમાં તે સ્કુરાયમાન થવાનો સંભવ છે. તીર્થકરાદિ “સ્વયંબુદ્ધ કહ્યા છે તે પણ પૂર્વે ત્રીજે ભવે સદ્દગુરુથી નિશ્ચય સમકિત પામ્યા છે એમ કહ્યું છે. એટલે તે સ્વયંબુદ્ધપણું કહ્યું છે તે વર્તમાન દેહની અપેક્ષાએ કહ્યું છે, અને તે સદ્ગુરુપદના નિષેધને અર્થે કહ્યું નથી.
અને જે સદૂગુરુપદને નિષેધ કરે તે તે “સદુદેવ, સદ્દગુરુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org