________________
૧૯૯
આત્મસિદ્ધિ શાસ્ત્ર અને સદ્દગુરુની સેવામાં વિચરવાને જ ઉપદેશ કર્યો છે, તેથી પણ એમ સમજાય છે કે જીવને હિતકારી અને મુખ્ય માર્ગ તે જ છે; અને અસદ્ગુરુથી પણ કલ્યાણ થાય એમ કહેવું તે તે તીર્થકરાદિની, જ્ઞાનીની આસાતના કરવા સમાન છે. કેમકે તેમાં અને અસદ્ગુરુમાં કંઈ ભેદ ન પડે; જન્માંધ, અને અત્યંત શુદ્ધ નિર્મળ ચક્ષુવાળાનું કંઈજૂનાધિપણું કર્યું જ નહીં. વળી કઈ “શ્રી ઠાણાંગસૂત્રની ભંગી૧ ગ્રહણ કરીને એમ કહે કે “અભવ્યના તાર્યા પણ તરે, તે તે વચન પણ વદવ્યાઘાત જેવું છે, એક તે મૂળમાં “ઠાણાંગમાં તે પ્રમાણે પાઠ જ નથી, જે પાઠ છે તે આ પ્રમાણે –..તેને શબ્દાર્થ આ પ્રમાણે છે –... તેને વિશેષાર્થ ટીકાકારે આ પ્રમાણે કર્યો છે –....જેમાં કઈ સ્થળે અભવ્યના તાર્યા તરે એવું કહ્યું નથી; અને કેઈ એક ટબામાં કેઈએ એવું વચન લખ્યું છે તે તેની સમજનું અયથાર્થપણું સમજાય છે.
કદાપિ એમ કઈ કહે કે અભવ્ય કહે છે તે યથાર્થ નથી, એમ ભાસવાથી યથાર્થ શું છે, તેને લક્ષ થવાથી સ્વવિચારને પામીને તર્યા એમ અર્થ કરીએ તો તે એક પ્રકારે સંભવિત થાય છે, પણ તેથી અભવ્યના તાર્યા તર્યા એમ કહી શકાતું નથી. એમ વિચારી જે માગેથી અનંત જીવ તર્યા છે, અને તરશે તે માગને અવગાહવો અને સ્વકલ્પિત અર્થને માનાદિની જાળવણી છેડી દઈ ત્યાગ કરે એ જ શ્રેય છે. જે અભવ્યથી તરાય છે એમ તમે કહો, તે તો અવશ્ય નિશ્ચય
૧. જુઓ આંક ૫૪૨ ૨. મૂળ પાઠ મૂકવા ધારેલે પણ મુકાયે લાગતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org